________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૮૧ તે પણ હવે બે સ્થાનીક રસવાળો થાય છે એટલે તીવ્ર ભાવે રસ હતો તે મંદરસ બને છે (થાય છે). આથી જીવને રાગાદિ પરિણામની હેરાનગતિ હતી તે બંધ થાય છે. આ ગ્રંથી ભેદ થતાં જ જીવને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી તત્વોનું જ્ઞાન પહેલા સ્થલરૂપે હતુ તે હવે સૂક્ષ્મ બોધરૂપે પેદા થાય છે એટલે દરેક તત્વોને સૂક્ષ્મ રૂપે વિચારી શકે છે. જાણી શકે છે. આથી છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ સૂક્ષ્મ રૂપે સ્થિરતાને પામે છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોને વિષે ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ સ્થિરતાને પામે છે. આ અધ્યવસાયના પ્રતાપે અત્યાર સુધી કર્મોનો જે રીતે સ્થિતિનો ઘાત થવો જોઇતો હતો તે રીતે થતો નહોતો તેના કરતાં અપૂર્વ રીતે સ્થિતિઓનો ઘાત થાય છે. એ જ રીતે આ અધ્યવસાયથી અપૂર્વ રસઘાત પણ થાય છે તથા અત્યાર સુધી જેટલો કર્મબંધ થતો હતો તેના કરતાં ઓછો એવો અપૂર્વ સ્થિતિ બંધ પણ સમયે સમયે ચાલુ થાય છે તેની સાથે કર્મોને ભોગવવા માટેની ગુણશ્રેણિ પણ પ્રાપ્ત થતી જાય છે. આ ચાર વસ્તુઓ (પદાર્થો) નવા પ્રાપ્ત થાય છે માટે અપૂર્વ કહેવાય છે. આ ચારેય વસ્તુઓનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે એટલે આ અપૂર્વકરણ અધ્યવસાયથી પેદા થાય છે અને અનિવૃત્તિકરણના અધ્યવસાયના થોડા કાળ સુધી ચાલુ રહે છે પછી વિચ્છેદ થાય છે. આ અપૂર્વકરણ અધ્યવસાયના બળે જીવ સમયે સમયે અનંત ગુણ-અનંત ગુણ વિશુદ્ધિને પ્રાપ્ત કરતો કરતો ગ્રંથીભેદની ક્રિયાને અને ચારે વસ્તુઓને સારી રીતે પ્રાપ્ત કરતો. એક અંતર્મુહૂર્તના કાળને પસાર કરે છે. આ અંતર્મુહૂર્ત અસંખ્યાતા સમયવાળું હોય છે. જ્યારે આ કાળ પૂર્ણ થાય કે તરત જ જીવ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે એટલે હવે આ અધ્યવસાય સમકીત આપ્યા વગર પાછો ક્રવાનો નથી. સમકતની પ્રાપ્તિ કરાયા વગર ન જાય તે અનિવૃત્તિકરણ કહેવાય છે. આ