________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતીવાર કર્યું અને યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થીદેશે આવ્યો ખરો પરંતુ આગળ જઇ શક્યો નહિ, આ પહેલું કરણ, ત્યારબાદ જીવ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણરૂપ પરીણામે કરી જીવ સમ્યકત્વ પામે. આ ત્રણે કરણ માટે કલ્પભાષ્યમાં શાસ્ત્રકાર મહારાજા લખે છે કે .
-
“અંતિમ ોડાણેડી, સવ્વમ્માનં આયુવનાનું | પલિયા શસંધિનŞ-માને સ્ત્રીને હવજ્ઞ મંડીનં || નંતીત્તિ સુહુોગો, વવડઘળયૂ મૂઢ મંડીવ । जीवस्स कम्मजणिओ, धणरदोगासपरिणामो || जा गंठी ता पढमं, गंठी समइच्छओ भवे वीअं | अनियट्टीकरणं पुण, सम्मत्तपुर रख्खडेजीवे ॥ "
“આયુષ્યવર્જીને સાતે કર્મની છેલ્લી કોડાકોડી સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન રહે, બાકી સર્વ ખપી જાય, ઇહાં ગંઠી સ્થાનક છે, તે ગંઠી કેવા પ્રકારની છે ? અત્યંત દુઃખે કરી ભેદવા યોગ્ય, કર્કશ, વક્ર, ગૂઢ ગુપ્ત, કોઇ ખરીરાદિ કઠીન કાષ્ટની ગાંઠ જેવી તેવી રીતે ભેદી શકાય નહિ, તે ઉપમાવાલી એ અનાદિકાળની જીવને કર્મજનિત ધન કહેતાં નિવિડ રાગદ્વેષ પરિણતિરૂપ ગ્રન્થી છે, તે વજની માફ્ક દુર્ભેદ સમજવી, જ્યાં ગંઠી છે ત્યાં સુધી આવે તેને પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય, ગ્રન્થી ભેદ થયા પછી બીજું અપૂર્વકરણ હોય તથા સમ્યકત્વ પુરખડે કેતાં સમ્યકત્વ પ્રાપ્તવ્યપણે આગળ કર્યું છે જે જીવોએ એટલે ચોક્કસ મુખ આગળ રહ્યું છે, તે જીવને ત્રીજું અનિવૃત્તિકરણ હોય.”
૭૯
આ રીતે શુધ્ધ યથાપ્રવૃત્તકરણના છેલ્લા અંતર્મુહૂર્તમાં ગુણોનીપ્રાપ્તિ કરીને ગ્રંથી પ્રત્યે અત્યંત ક્રોધ પેદા થાય છે. જે અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ પ્રશસ્ત રૂપે પેદા થાય છે કે જેના કારણે અનુકૂળ પદાર્થોના રાગ પ્રત્યે અંતરથી વિચાર આવે