________________
––––––
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ઉત્કંઠા ખુબ જ થયા કરે અને જ્યાં એ તત્વો સાંભળવા કે સમજવા મૂલે ત્યાંથી ઉઠવાનું મન ન થાય. એમાં જેટલો ટાઇમ પસાર થાય તે સમય લેખે લાગે છે એવી દ્રઢ માન્યતા હોય છે. આથી શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલો ધર્મ પોતાના પ્રાણથી પણ અધિક લાગે છે અને માને છે અને તે મુજબ આચરણ કરવા પ્રયત્ન કરતો જાય છે એના પ્રતાપે એવો દ્રઢ વિશ્વાસ થાય છે કે ધર્મમાં સંકટ આવી પડે અને પ્રાણ આપવા પડે તો પ્રાણ આપવાની તૈયારીવાળો થઇ જાય છે. સંસારના કોઇપણ પદાર્થ માટે પ્રાણ આપવાનો વખત આવે તો તે પદાર્થોને જતા કરશે પણ પ્રાણ આપશે નહિ. જ્યારે અંતરમાં રહેલા ધર્મના પ્રતાપે ધર્મ માટે પ્રાણની તૈયારી બતાવશે પણ ધર્મનો ત્યાગ કરશે નહિ. આ દ્રઢ વિશ્વાસના પ્રતાપે સંસારની જેટલી સાવધ પ્રવૃત્તિ (પાપ વ્યાપારની પ્રવૃત્તિઓ) એ તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી ભાસે છે કે જેમ કોઇ સ્થાનેથી પોતાના ઘરના કે ઓફીસના સ્થાનમાં જવું હોય અને રસ્તામાં તપાવેલું લાલચોળ લોઢું પાથરેલું હોય તેના ઉપર થઇને ચાલીને જવું પડે એવું હોય બીજો કોઇ જવાનો રસ્તો જ ન હોય તો એ કેવી રીતે જાય ? એની કાળજી કેટલી રાખે ? પોતાની શક્તિ મુજબ જેટલી લાંબી ક્લાંગ ભરાય એવી હોય અને ઓછા પગલા. મુકવા પડે એવી રીતની પુરી કાળજી રાખીને જાયને ? અને એ પણ પગે જરાય દઝાય નહિ એની પણ સતત કાળજી કેટલી હોય ? એમ અહીં ધર્મજ અંતરમાં પ્રધાનપણે સ્થિર થયેલો હોય છે એના સિવાય તારનાર જગતમાં કોઇ જ નથી એવો પુરો વિશ્વાસ થયેલો હોય છે. તથા ધર્મ માટે પ્રાણ આપવા સુધીની અંતરથી તૈયારી હોય એવા જીવોને સંસારના વ્યાપારની સાવધ પ્રવૃત્તિ કરવી જ પડે એમ હોય તો તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી માનીને એ પ્રવૃત્તિ કરતો હોય છે. એનો અર્થ એ થાય છે કે એના અંતરમાં એ સુખની પ્રવૃત્તિ પ્રત્યે અત્યંત ગુસ્સો પેદા થયેલો હોય