________________
૭૬
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
ગુણોના પ્રતાપે તત્વોને સાંભળવાની તીવ્ર ઇચ્છા થયા કરે છે અને
જ્યાં જ્યાં જે જે તત્વોની વાતો સાંભળવા મળતી હોય ત્યાં સંસારની પ્રવૃત્તિને ગૌણ કરીને દોડતો જાય છે.
હિતકારી ક્રિયા સાધવામાં નિરંતર અધિક પ્રવૃત્તિ વાળો હોય છે એટલે હવે જીવનમાં બને ત્યાં સુધી હિતકારી પ્રવૃત્તિ વિશેષ કેમ થાય તેમાં ટાઇમ અધિક કેમ જાય એનું લક્ષ્ય રાખીને પ્રવૃત્તિ કરતો હોય છે. અને જે જે અહિતકારી પ્રવૃત્તિઓ હોય તે શક્તિ હોય તો છોડતો જાય છે અને છૂટે એવી ન હોય તો એ અહિતકારી પ્રવૃત્તિઓમાં સમય ઓછો કરતો જાય છે. ઇન્દ્રિયો શાંત થતી જાય છે. ધર્મક્રિયા કરતી વખતે અપૂર્વ સમભાવ વધતો જાય છે અને નમ્રતા આદિ ગુણો વધતા જાય છે. ગુણાનુરાગ પ્રગટે છે. આથી ગુણવંતોને જોઇને એમના પ્રત્યે આદર ભાવ પેદા થતો જાય છે. હૃદયમાં સભાવનાનાં વિચારો પ્રગટ થતાં જાય છે અને સ્થિર થતાં જાય છે. આ સ્થિતિમાં રહેલા જીવને જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ પેદા ન થવાથી વિશેષ બુધ્ધિ પેદા થતી નથી. એટલે કે શાસ્ત્રના પદાર્થોના રહસ્યને સમજી શકતા નથીમાટે જ આ જીવો ભગવાનના વચનોને પ્રમાણભૂત માનીને જીવે છે. શુશ્રુષા ગુણની પ્રાપ્તિ થાય છે. આસન યોગ અંગની પ્રાપ્તિ થાય છે. એટલે આસનની ચંચલતા દૂર થાય છે. સ્થિરતાપૂર્વકની આસનની પ્રવૃત્તિ થાય છે. ઇચ્છાઓ પજવતી નથી. ચમત્કારોને જોઇને લલચાતો નથી. અંતરાયો નાશ પામે છે. અનાચારની પ્રવૃત્તિનો ત્યાગી થાય છે તથા પીગલિક એટલે અનુકૂળ પદાર્થોના સુખની આસક્તિ ઘટતી જાય છે. આ સ્થિતિમાં ચરમ યથાપ્રવૃત્તકરણમાં પહોંચેલો જીવ ગ્રંથભેદ માટે કયા પરિણામોને પામે છે એ જણાવાય છે. ધર્મ સાધવામાં જ નિરંતર ઉધમ કરવાના મનવાળો હોય. પદાર્થનો સૂક્ષ્મ બોધ પેદા થયેલો નથી છતાં પણ તત્વ સાંભળવાની અને સાંભળીને સમજવાની