________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૭૫
આ ગુણોનાં પ્રતાપે એનો સ્વભાવ કેવો થાય છે. પરિણામની શુદ્ધિ કેવી થાય છે અને જીવન પણ કેવું બને છે કેવી રીતે જીવન જીવે છે એ બતાવે છે. આવા જીવોને ધર્મક્રિયા કરવામાં ઉગ ન થાય પણ આનંદ પેદા થતો જાય. ગુણપ્રાપ્ત કરવાની જિજ્ઞાસા યોગ સંબંધી કથા-વાર્તા સાંભળવામાં પ્રેમ હોય. અનુચિત કાર્ય કરવાપણામાં તિરસ્કાર હોય. નમ્રતા વધતી જાય એટલે અભિમાનીપણાનો નાશ થાય એટલે સમજાવવાથી સુવર્ણની જેમ વાળ્યો વળે એવો થાય છે એટલે હઠ પકડી ન રાખે.
પોતાના કરતાં અધિક ગુણી જીવો દેખાય એનો વિનય કરવામાં તત્પર હોય. પોતામાં જે કાંઇ ગુણ હોય તેને અલ્પરૂપે માનતો હોય હું કાંઇ નથી હજી તો મારે કેટલાય ગુણો પેદા કરવાના છે. આટલા ગુણોમાં જો આનંદ માનતો થઇ જાઉં તો આગળ વધી શકાશે નહિ માટે મારામાં તો કાંઇ નથી એવી વિચારણા કરીને જીવતો હોય છે. સંસારના દુઃખો જોઇને ત્રાસ પામવા પણું હોય એટલે ગભરાટ વિશેષ રીતે પેદા થતો જાય. સંસારને દુઃખની ખાણ સમાન માનતો હોય એટલે સંસારની સાવધ પ્રવૃત્તિ દુઃખરૂપે જ માનતો હોય છે. શાસ્ત્રો ઘણાં છે અને બુદ્ધિ ઓછી છે તેથી શિષ્ટ પુરૂષો જે કહી ગયા છે એ મારે પ્રમાણભૂત છે એમાં કાંઇ શંકા રાખવા જેવું નથી એજ સાચું છે. જિનેશ્વર પરમાત્માઓએ જે કહ્યું એજ સાચું છે એવી માન્યતાનું બીજ ચાલુ થાય છે એટલે કદાચ શાસ્ત્રો સાંભળતા કે શાસ્ત્રો વાંચતા મને સમજણ ન પડે મારી બુદ્ધિમાં એ વાત ન બેસે તો તેમાં શંકા પેદા થવા દે નહિ પણ વિચારે કે મારી બુદ્ધિ કેટલી? એ કદાચ ન પણ સમજાય-ના બેસે એટલા માત્રથી બરાબર નથી એમ ન વિચારાય-ન બોલાયએ કહ્યું છે એ સાચું જ છે એવા ભાવ અંતરમાં ચાલતા હોય.
કોઇપણ જાતના ખોટાપણા રૂપે બક્ષણ કરવાપણું ન હોય. આવા અનેક પ્રકારના ગુણો સ્વાભાવિક રીતે પેદા થાય છે. આ