________________
ચૌદ
સ્થાનિક ભાગ-૨
----------
પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત્' હોવા જોઇએ. ભાવસાધુ-ભાવયેંગી :
પણ આવા “સત્' સ્વરૂપ યુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્-અસંત-અસાધુ કે કુસાધુને સમ માની લીધા હોય તો આ યોગ બનતો નથી, યોગ અયોગરૂપ થાય છે; માટે જેની સાથે યોગ થવાનો છે, તે સત-સપુરુષ-સાચા ભાવસાધુ હોવા જોઇએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓનો, બાહ્યવેષધારી સાધુ-સંન્યાસી-બાવાઓનો, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓનો, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓનો કાંઇ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન ખોટા રૂપીઆ જેવા દ્રવ્યલિંગીઓથી કાંઇ “શુકરવાર વળતો નથી,' આત્માનું કાંઇ કલ્યાણ થતું નથી.
આ જીવોને ચમ એટલે પાંચ મહાવ્રતની પ્રવૃત્તિ ગમે છે. અત્યાર સુધી પાંચ અવ્રતો ગમતા હતા તેની પ્રવૃત્તિ ગમતી હતી તે હવે એના બદલે અવ્રત પ્રત્યે નત ભાવ પેદા થાય છે અને આ અવ્રતની પ્રવૃત્તિ ક્યારે છૂટે અને વ્રતવાળું જીવન જીવતો થાઉં એવી ભાવના ચાલુ થાય છે. એ પાંચ મહાવ્રતનું જીવન પાળનારા સાધુ ભગવંતોને જોઇને અંતરમાં આનંદ થાય છે અને એ આનંદ થતાંની સાથે પોતાનું અવ્રતવાળું જીવન ધિક્કારને પાત્ર લાગે છે. ધન્ય છે આ જીવોને કે ભગવાનની આજ્ઞા મુજબનું યમનું જીવન સુદંર રીતે પાળે છે. હું કરી શકતો નથી. ક્યારે હું એવું જીવન જીવતો થાઉં એ ભાવ રહ્યા જ કરે છે તે સમ ગમે છે એમ કહેવાય છે. પાંચ યમ ગમતા હોવાથી હવે પોતાનું જીવન જીવવામાં રસ ઓછો થતો જાય છે. આ રીતે યમના ગમાની સ્થિરતા વધતી જાય તેમ આત્માની અને મનની નિર્મળતા વધતી જાય છે. એ મનની નિર્મળતાના કારણે કષાયોની મંદતા થતી જાય છે. કારણકે