________________
ચૌદ ગુણસ્થાનક મામ-૨
છે કે અત્યાર સુધી અનંતકાળ મને દુઃખી કર્યો હોય તો આને જ મને દુ:ખી કર્યો છે માટે એનો સદંતર નાશ કરી નાખું. નાશ ન થાય તો એનો એવો ભેદ કરી નાંખુ કે જેથી એ મને પજવે નહિ. એને આધીન થઇને હવે મારે જીવન જીવવું જ નથી. આવો જોરદાર પરિણામ જ્યારે આવે છે તેને જ્ઞાની ભગવંતોએ અપૂર્વકરણ અધ્યવસાય કહેલો છે. આ અધ્યવસાય એટલે પરિણામને તીક્ષ્ણ કુઠાર જેવો પરિણામ કહેલો છે. જેમ કઠીયારો (લાકડા કાપનાર) પોતાના કુહાડાને રોજ પાણી પાઇ પાઇને ઘસીને તીક્ષ્ણ અણી બનાવે છે અને લાકડા ઉપર એ કુહાડાનો ઘા મારે કે તરત જ એના બે ટુકડા થઇ જાય છે. એમ આ અપૂર્વકરણ અધ્યવસાયના
પરિણામથી ગ્રંથીનો ભેદ થઇ જાય છે એટલે ગ્રંથી ભેદાય છે. આવો પરિણામ પૂર્વે કોઇવાર આવેલો હોતો નથી માટે એને અપૂર્વ કહેવાય છે. આ ગ્રંથી ભેદ થતાંની સાથે જ જીવમાં તાકાત એવી જોરદાર પેદા થાય છે કે જે રાગાદિ પરિણામને આધીન થઇને એ
८०
કહે તે મુજબ અત્યાર સુધી જીવતો હતો તે રાગાદિ પરિણામની આધીનતાને તોડી નાંખે છે. એટલે પોતાને સ્વાધીન બનાવે છે કે હવે આ જીવને જે પ્રમાણે વિચાર કરીને રાગાદિ કરવા હોય એ પ્રમાણે રાગાદિ વર્તે છે. એટલે આ જીવને જ્યાં રાગ કરવો હોય ત્યાં રાગ થાય અને જ્યાં દ્વેષ કરવો હોય ત્યાં દ્વેષ થાય પણ રાગ જે વિચાર આપે તે પ્રમાણે જીવ હવે પ્રવૃત્તિ કરે નહિ આનો અર્થ એ થાય છે કે રાગાદિના પગ નીચે દબાણથી જીવન જીવતો હતો તે જીવન બંધ થઇ જાય છે અને રાગાદિને પોતાના પગ નીચે દબાવીને હવે જીવન જીવતો થાય છે. આને ગ્રંથીભેદ કહેવાય છે. શાસ્ત્ર પરિભાષાના શબ્દોમાં કહીએ તો અનુકૂળ પદાર્થોનો રાગ એટલે સુખનો રાગ ચાર સ્થાનીક (ઠાણીયો) રસ હતો તે હવે આ અધ્યવસાયના પરિણામથી બે સ્થાની (ઠાણીયો) રસ થઇ જાય છે, અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ ચાર સ્થાનીક રસવાળો હતો