________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
કહેવાય છે.
જે પુદ્ગલો જેવા રસે બાંધ્યા હોય તેવા રસે ઉદયમાં આવે તે રસોદય કહેવાય છે અને જે પુદ્ગલો જેવા રસે બાંધ્યા હોય તેવા રસે ઉદયમાં ન આવતાં બીજાના રૂપે થઇને ઉદયમાં આવે તે પ્રદેશોદય કહેવાય છે. આથી ક્ષયોપશમ સમકીતના કાળમાં સમ્યક્ત્વ મોહનીયનો રસોદય કહેવાય છે (હોય છે) અને મિથ્યાત્વ-મિશ્રમોહનીય તથા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભ એમ છ પ્રકૃતિઓનો ઉપશમ તથા પ્રદેશોદય હોય છે તે ક્ષયોપશમ સમકીત કહેવાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરતાં ચારથી સાત ગુણસ્થાનકમાંથી કોઇપણ ગુણસ્થાનકને પામી શકે છે. આથી આ ઉપશમ સમકીત ચારથી સાત ગુણસ્થાનક સુધી ગણાય છે. જ્યારે ઉપશમ શ્રેણિનું ઉપશમ સમકીત ચારથી અગ્યાર ગુણસ્થાનક સુધી હોય છે.
८७
ચોથું ગુણસ્થાનક અવિરતિ સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ સાધિક મનુષ્યભવ તેત્રીશ સાગરોપમ હોય છે. તે આ રીતે કાળ જાણવો. કોઇ પૂર્વક્રોડ વરસના આયુષ્ય વાળો મનુષ્ય સમ્યક્ત્વને પામીને અનુત્તરનું આયુષ્ય બાંધી તેત્રીશ સાગરોપમ વાળો દેવ થાય અને ત્યાં સમકીત લઇને ઉત્પન્ન થાય ત્યાંથી સમકીત સાથે મનુષ્યમાં આવે એટલે તેત્રીશ સાગરોપમથી અધિક કાળ ગણાય છે. આ મનુષ્યપણામાં આવેલા જીવને આઠ વરસની ઉંમર પછી એક અંતર્મુહૂર્ત માટે પણ દેશ વિરતિનો અથવા સર્વ વિરતિનો પરિણામ પામવો પડે પછી
ચોથે આવે તો ચાલે જો એક અંતર્મુહૂર્ત પણ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકમાંથી કોઇનો પરિણામ પેદા ન કરે તો એ જીવનું ચોથું ગુણસ્થાનક ચાલ્યુ જાય અર્થાત્ મિથ્યાત્વ ગુણસ્થાનકે પહોંચી
જાય. જ્યારે ક્ષયોપશમ સમકીતનો કાળ છાસઠ સાગરોપમ સાધિક મનુષ્ય ભવ હોય છે. કોઇ મનુષ્ય ક્ષયોપશમ સમકીત પામીને