________________
—
—
—
७४
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ – – – – – – – – – – – – – –– જેમ જેમ કષાયોની મંદતા થતી જાય તેમ તેમ નિર્મળતા અને વિશુધ્ધિ આત્માની પેદા થતી જાય છે. કષાયની મંદતાના કારણે લોભની પણ સાથે સાથે મંદતા થતી જાય છે. એ લોભની મંદતાના પ્રતાપે સંતોષ વૃત્તિ પેદા થતી જાય છે. જેમ જેમ આત્મામાં સંતોષ વૃત્તિ પેદા થતી જાય-એની સ્થિરતા આવતી જાય તેમ તેમ ઇચ્છાઓનો સંયમ એટલે આહાર સંજ્ઞા-ભય સંજ્ઞા-મૈથુન સંજ્ઞાપરિગ્રહ સંજ્ઞાનો સંયમ થતો જાય છે એટલે સંતોષના કારણે ઇચ્છાઓનો પણ સંચમ થાય છે તેના કારણે જે મલે-જે હોય તેમાં ચલાવતા આવડે. તેમાં જે કાંઇ સહન કરવું પડે તે સહન કરવાની ટેવ પડતી જાય છે તે તપ કહેવાય છે. આથી એ ઇચ્છાઓનાં રૂંધનથી એટલે સંયમથી બાહ્ય તથા અત્યંતર તપમાં પ્રવૃત્તિ થાય છે એટલે પોતાની શક્તિ મુજબ તપમાં પ્રવૃત્ત થતો જાય છે અને ઇચ્છાઓનો સંયમ પેદા કરતો જાય છે. આ તપની પ્રવૃત્તિથી સ્વાધ્યાયનું લક્ષ પેદા થતું જાય છે કારણ કે ખાવા પીવા આદિનો ટાઇમ બચી જવાથી એ ટાઈમે સ્વાધ્યાય કરવાની એટલે જેના શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાની ઇચ્છા વધે છે જેનાથી પોતાના આત્માના કલ્યાણ માર્ગે આગળ વધવાનું થયું એ કલ્યાણ માર્ગમાં સ્થિરતા આવી એના પ્રતાપે એ જ્ઞાનનો અભ્યાસ કરે તો કલ્યાણના માર્ગમાં સ્થિરતા વધતી જાય માટે જેટલો બને એટલો ટાઇમ કાઢીને સ્વાધ્યાય કરતો જાય છે. જેમ જેમ જીવનમાં સ્વાધ્યાય વધતો. જાય-સ્વાધ્યાયમાં રસ પડતો જાય તેમ તેમ ઇશ્વરનું ધ્યાનપરમાત્માનું ધ્યાન કરવાનું એટલે કે એ પરમાત્માના નામોનું ધ્યાન-એ પરમાત્માના ગુણોનું ધ્યાન કરવાની રૂચિ પેદા થતી જાય છે. આથી એ ગુણોનું ધ્યાન કરવામાં એકાગ્રચિત્ત થતું જાય છે એ ગુણો કેવી રીતે પેદા કર્યા એ પેદા કરવામાં કેટલો પુરૂષાર્થ કર્યો તેમાં કેટલું સહન કરવું પડ્યું ઇત્યાદિ વિચારણાઓની એકાગ્રતા કરતો જાય તે ઇશ્વર ધ્યાન કહેવાય છે.