________________
૭૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” સંતસ્વરૂપની ઓળખાણ :
આવા પરમ નિર્દોષ, પરમ નિર્વિકાર, પરમ વીતરાગ જ્ઞાની સપુરુષ તે-સાધુજનને યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજશુદ્ધ આત્મસ્વરૂપ છે, તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે ‘તથાદર્શન' છે. આ તથા દર્શનથી પુરુષનો યોગ થાય છે, અને તે યોગનું નામ યોગાવંચક છે.
આમ આ યોગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છે ઃ (૧) જેનો યોગ થવાનો છે, તે પુરુષ, સાચા સંત, સદ્ગુરુ હોવા જોઇએ (૨) તેના દર્શન સમાગમ થવા જોઇએ (૩) તેનું તથાસ્વરૂપે દર્શન-ઓળખાણ થવું જોઇએ. સપુરુષ :
આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તો યોગાવંચક થતો નથી, કારણ કે જેની સાથે યોગ થવાનો છે તે પોતે સત, સાચા સત્પષ, પ્રત્યક્ષ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્ગુરુ હોવા જોઇએ; શાસ્ત્રોક્ત સકલ સાધુ-ગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હોવા જોઇએ; શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા નિર્મલ, પરમ પવિત્ર પુરુષ હોવા જોઇએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી’ હોવા જોઇએ; બાહ્યાવ્યંતર ગ્રંથથી-પરિગ્રહથી રહિત એવા સાચા નિગ્રંથ-ભાવશ્રમણ હોવા જોઇએ; પરભાવ પ્રત્યે મૌન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની મુનિ હોવા જોઇએ; સહજ આત્મસ્વરૂપ પદનો સાક્ષાત યોગ થયો છે એવા યથાર્થ ભાવયોગી હોવા જોઇએ; સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઇએ; ટૂંકમાં તેમના સ” નામ પ્રમાણે “સ” -સાચા હોવા જોઇએ, આત્માના પ્રત્યક્ષ