________________
પર
શાક ભાવ- ૨
—
—
—
ભાઇ નથી તો તે વખતે મૌન ધારણ કરવું. ઉપેક્ષા ભાવ સેવવો તે આ ભાવનામાં આવે. (૨) અનુબંધા લોચારી ઉપેક્ષા :
ભવિષ્યમાં શું પરિણામ થવું સંભવિત છે એમ વિચારી કોઇ અમુક પ્રવૃત્તિ કરે તેને અટકાવવામાં યત્ન ન કરતાં જેમ કરે તે કરવા દે તે.
કોઇ જીવોની કોઇ કોઇ પ્રવૃત્તિ જોતાં એ પ્રવૃત્તિ પૂર્ણ થયે શું પરિણામ આવવાનું છે. એ જાણતો હોય, કેટલીકવાર સારું પરિણામ પણ આવવાનું હોય અને કેટલીક વાર ખરાબ પરિણામ આવવાનું હોય તેમાં આ પ્રવૃત્તિથી ખરાબ પરિણામ આવવાનું છે એમ ખબર હોય છતાંય, એ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયત્ન ના કરે અને ઉપેક્ષા કરે બોલે જ નહિ અને જેમ બનવાનું હોય તેમ બનવા દે તે આ બીજી ઉપેક્ષા ભાવરૂપે માધ્યસ્થ ભાવનું લક્ષણ (ભેદ) કહેવાય છે. એવી જ રીતે જીવો ભૌતિક સુખની સામગ્રીમાં મજાથી આનંદ ચમન કરતાં હોય. એના પરિણામને એટલે એનાથી. દુઃખની પરંપરા સશે એમ જાણતા હોય છતાં યોગ્યતા ન લાગે. માટે ઉપેક્ષા સેવે તે પણ આ ભાવનાના ભેદમાં આવે છે. (૩) નિર્વેદ જન્ય ઉપેક્ષા :
| સર્વ સુખ ભોગવી શકે તેવા સંયોગમાં હોય છતાં નિર્વેદથી તેનું પરિણામ જોઇ શકે અને તે સુખની ઉપેક્ષા કરે છે. આમાં પણ જીવને નિર્વેદ એટલે સુખમય સંસારથી ભાગી છૂટવાનું મન હોય છે કારણકે એ સુખની સામગ્રી એને જેલ જેવી લાગે છે. આથી આવી જેલથી ક્યારે છૂટાય એવી ભાવનામાં રહેતો હોય છે એના કારણે જે જીવોને આવી જેલમાં રહેલા જૂએ છે એટલે તેમના અજ્ઞાનના કારણે કરૂણા એટલે દયા આવે છે તે દયાના કારણે એ