________________
૫૪
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ દયા હોય છે આથી એ સુખના પદાર્થો પ્રત્યે સહજ ગુસ્સો વધે છે. આથી વિચારે છે કે મારું જીવન હવે એવું હોવું જોઇએ કે એ જીવનથી જગતમાં રહેલા કોઇપણ જીવોને સુખ કે દુઃખ ન થાઓ. વિચારો આ ભાવ આવવો કેટલો દુષ્કર લાગે છે ! પહેલા ગુણ
સ્થાનકે સમકીત પામવાના ક્રમમાં આવે ત્યારે કર્મોની કેટલી થોકની થોક નિર્જરા ચાલુ થઇ જાય અને અશુભ કર્મોનો બંધ કેટલો મંદ બની જાય તથા શુભકર્મોનો બંધ કેવો તીવ્ર થતો જાય ? આનાથી આત્મામાં મોહનીય કર્મનો એટલે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ થતો જાય છે એની સાથેને સાથે જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ વધતો જાય છે. આને જ જ્ઞાનીઓએ ગુણ પ્રાપ્તિ કહેલી છે. આ ગુણ પ્રાપ્તિ કરવા માટે આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે- સૌથી પહેલા જીવો અતિચાર ભીરૂત્વ ગુણને પ્રાપ્ત કરે છે. એટલે પાપની ભીરતા-પાપનો ડર પાપ ન થઇ જાય તેની કાળજી રાખીને જીવન જીવે છે. એના પ્રતાપે રખેને મારાથી પાપ થઇ જશે તો આવી વિચારણા સતત ચાલુ રહે છે એ વિચારણાથી જીવને અનુબંધપણાનું પ્રધાનપણું ચાલુ રહે છે એટલે કે આ વિચારણાથી જીવને અત્યાર સુધી પાપનો અનુબંધ થતો હતો. તેની બદલીમાં પુણ્યનો અનુબંધ ચાલુ થાય છે અને એ પુણ્યના અનુબંધના કારણે જ્યારે જ્યારે જે જે પ્રવૃત્તિ કરતાં-વચનો બોલતાં-વિચારો કરતાં પાપ ન થઇ જાય એની સતત કાળજી રહ્યા કરે છે. આ રીતે પુણ્યના અનુબંધના પ્રધાનપણાથી સાધુ સહકારની પ્રાપ્તિ થાય છે. એટલે આત્મિક ગુણ તરફ આગળ વધારવામાં સહાયભૂત થનાર એવા સાધુ મહાત્માઓની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્તિના કારણે એને એમનો સહવાસ ખુબ ગમે છે. વારંવાર એમના સહવાસમાં એ જીવ રહ્યા કરે છે. જે અત્યાર સુધી જીવોને આવા મહાપુરૂષ તરીકે સાધુ મહાત્માના દર્શન થયા નહોતા કે જે મહાત્માઓને