________________
પ૬
ચોદ ગુણસ્થાન ભાગ-૨
આત્માનું હિત પેદા થાય એવું છે કે આત્માનું અહિત થાય એવું છે એવી વિચારણા કરી પછી અહિત થાય એવો વ્યાપાર હોય અને એ યોગનો ત્યાગ કરવાની શક્તિ હોય તો તેનો ત્યાગ કરે છે અને એ અહિત વ્યાપારનો ત્યાગ થાય એમ ન હોય-કરવું જ પડે એમ હોય તો ન છૂટકે જેમ બને તેમ જલ્દી પૂર્ણ થાય અથવા ઓછું અહિત થાય એની કાળજી રાખીને એ વ્યાપાર જલ્દી પૂર્ણ કરે છે અને જે વ્યાપારથી હિત થાય એમ હોય એવો વ્યાપાર સ્થિરતાપૂર્વક મનની એકાગ્રતા પૂર્વક કેમ બને તે કાળજીરાખી
વ્યાપાર શાંતિથી કરતો જાય છે. આટલી એનામાં શક્તિ-પાવર પેદા થતો જાય છે. આવી પ્રવૃત્તિઓ અને વિચારણાઓથી જીવને અભય ગુણની સાથે અદ્વેષ ગુણની પ્રાપ્તિ થતી જાય છે અને એની સ્થિરતાથી જે હિતપ્રવૃત્તિમાં સ્થિરતા પેદા કરાવી મનની એકાગ્રતા અને પ્રસન્નતા પેદા કરાવવામાં સહાયભૂત થાય છે એ ક્રિયાનો વ્યાપાર કરવામાં અખેદપણું પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી જીવ સંસારની સાવધ વ્યાપાર વાળી પ્રવૃત્તિ અખેદ રીતે કરતો હતો તે હવે અહિત કરનારી લાગી અને અંતરમાં અહિત કરનારી જ છે એવી શ્રધ્ધા પેદા થઇ એના કારણે એ પ્રવૃત્તિ ખેદપૂર્વક, એટલી કરવી પડે છે માટે કરવાની. ક્યારે એ પ્રવૃત્તિ કરવાની બંધ થાય, એ પ્રવૃત્તિથી ક્યારે છૂટાય એની વિચારણા રાખીને જલ્દી પૂર્ણ થાય એ રીતે ખેદ પૂર્વક કરતો જાય છે. આ રીતે આ અપુનબંધક પરિણામના અધ્યવસાયની સ્થિરતામાં શુધ્ધયથા પ્રવૃત્તકરણના અધ્યવસાયની વિશુધ્ધિમાં જીવને અભય-અદ્વેષ અને અખેદ ગુણોની પ્રાપ્તિ થાય છે એટલે આ ગુણો બીજરૂપે શરૂ થાય છે. આ ગુણોના પ્રતાપે તીવ્રભાવના પાપના પરિણામો વિશેષ રીતે નષ્ટ થાય છે એટલે નાશ પામે છે. ભવની નૈન્મ્યતા એટલે સુખમય સંસારનો રાગ એકાંતે દુઃખરૂપ છે-દુખનું દ્ધ આપનારો છે અને દુઃખની પરંપરા વધારનારો જ છે એવી પ્રતિતી મજબૂત