________________
૬૯
ચૌદ ગુણસ્થાનક માયા
“ચાહે ચકોર તે ચંદને, મધુકર માલતી ભોગી રે; તિમ ભવિ સહજ ગુણે હોવે, ઉત્તમ નિમિત્ત સંયોગી રે.”
રત્નનો માલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની ક્રાંતિચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માનો ભાવમલ-અંદરનો મેલ જેમ જેમ ધોવાતો જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની યોગ્યતારૂપ કાંતિ ખીલતી જાય છે, આત્મપ્રકાશ ઝળકતો જાય છે. આ અંગે પ્રશમરસનિમગ્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું નિર્મલ વચનામૃત છે કે
કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. તે તે કારણોને વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે તેનો યથાયોગ્ય વિચાર થવાથી. અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અભારંભ, અલ્પ પરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનું સાધન છે.”
આમ માંહેનો મળ ધોવાતાં, જેમ જેમ આત્મા નિર્મલ બને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતાપ લોહચુંબકથી આકર્ષાઇને પુરુષનો જોગ તેને બને છે. યોગાવંચક
આમ અવંચકત્રયીનું સામાન્ય સ્વરૂપ અને તેના નિમિત્ત કારણનો ઉલ્લેખ કરી, તે પ્રત્યેક અવંચકની સ્પષ્ટ વ્યાખ્યાનો વિચાર કરીએ. આ અવંચિકનું સ્વરૂપ લક્ષણ પ્રદર્શિત કરતાં શ્રી હરિભદ્રાચાર્યજી કહે છે કે -
"सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावच्चक उच्चते ।।"