________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૬૭
– – આશ્રયને લઇને, એ મુદો ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે.
આ અવંચકવચ પણ જેના નિમિત્તે હોય છે, તેનો ઉપભ્યાસ કરતાં આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે
“તસપ્રામાણિનિમિત્ત સમયે રિશતમ્ | अस्य हेतुश्च परमस्तया भावमलाल्पता ||"
અર્થાત – આ અવંચકત્રિપુટી સતપ્રણામાદિના નિમિત્તે હોય છે, એક સમયમાં એટલે સિદ્ધાંતમાં સ્થિત છે; અને આ સતકામાદિનો પણ પરમ હેતુ તથા પ્રકારે ભાવમલની અલ્પતા
છે.
ઉપરમાં જે ત્રણ અવંચક કહ્યા, તેની પ્રાપ્તિ પણ કેવી રીતે થાય ? કયા નિમિત્ત કારણથી થાય ? તે અહીં બતાવ્યું છે. સતપુરુષ, સાચા સાધુગુણસંપન્ન સાધુપુરુષ પ્રત્યે વંદન, નમન, વૈયાવચ્ચ, સેવા-શુભૂષા વગેરે નિમિત્તથી તે અવંચકની પ્રાપ્તિ હોય. છે.
પ્રથમ તો સદ્ગુરુ સપુરુષનો-સાચા સંતનો જગ થતાં, તેના પ્રત્યે વંદનાદિ કરવામાં આવે. એમ કરતાં કરતાં પરિચયથી તે સત્પુરુષના સ્વરૂપની ઓળખાણ થાય, એટલે યોગાવંચક નીપજે. પછી તેની તથારૂપ ઓળખાણ થયે, જે તેના પ્રત્યે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરાય, તે ક્રિયાવંચકરૂપ હોય. અને સત્પુરુષ, સાચા ભાવસાધુ પ્રત્યેની તેવી વંદનાદિ ક્રિયાનું ફળ પણ અમોધ-અચૂક હોય, એટલે ફ્લાવંચક હોય.
આમ આ બધાનું મૂળ સાચા ભાવાચાર્યરૂપ સદ્ગુરુ સપુરુષની નિર્મળ ભક્તિ છે. યોગીરાજ શ્રી આનંદધનજીએ ભાખ્યું છે કેનિર્મળ સાધુ ભગતિ લહી, સખી. યોગ અવંચક હોય સખી. કિરિયાવંચક તિમ સહીં, સખી. ફ્લ અવંચક જોય. સખી.”
આવા પ્રકારે જ ઉપર કહેલા અવંચકત્રયની પ્રાપ્તિ હોય