________________
૬૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
સમાગમ-યોગ થયો હશે, પણ તેને તે સ્વરૂપે નહિ ઓળખવાથી, તે વંચક થયો છે, ગટ ગયો છે. તેમજ અનંત સાધન ક્રિયા પણ જીવે અનેકવાર કરી હશે, પણ તે તથારૂપ ઓળખાણ વિના અને સાધ્ય રૂપ લક્ષ્યને જાણ્યા વિના; એટલે તે પણ વંચક થઇ છે, ઇષ્ટ કાર્યસાધક થઇ નથી, ઉલટી બાધક થઇ છે ! સાધન હતા તે ઊંધી સમજણને લીધે અથવા મમત્વને લીધે બંધન થઇ પડ્યા છે ! અને આમ ફ્લ પણ વંચક થયું છે. સંતશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કેસાધન તે બંધન !
“અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.
સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઇ ઉપાય;
સત સાધન સમજ્યો નહિં, ત્યાં બંધન શું જાય ?” "संपुण्णावि हि किरिया भावेण विणा ज होति किरियति । णियफलविगलत्तणओ गेवज्ज उववायणाएणं ।।"
અર્થાત- સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિક્યા જ નથી હોતી, કારણ કે તેના નિજ ફ્લનું વિક્લપણું છે. અત્રે રૈવેયક ઉપપાતનું દ્રષ્ટાંત છે : આ જીવ અનંતી વાર રૈવેયકમાં ઉપજ્યો છે, અને સંપૂર્ણ સાધુ ક્રિયાથી જ ત્યાં ઉપજવાનું થાય છે. આમ અનંત વાર સંપૂર્ણ સાધુક્રિયાના પાલન છતાં આ જીવ રખડ્યો, તેજ એમા સૂચવે છે કે તે તે ક્રિયા વંચક હતી, ભાવવિહોણી પરમાર્થશૂન્ય હતી.
આવા વંચક યોગ, ક્યિા ને લ દૂર થઇ, અત્રે આ પ્રથમ મિત્રા દ્રષ્ટિમાં વર્તતા મુમુક્ષુ યોગીનો અવંચક યોગ-ક્રિયા-ક્લની પ્રાપ્તિ (દ્રવ્યથી) થાય છે -અને તે પણ સંતચરણના શરણરૂપ,