________________
૬૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
-
થઇને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાધી સરલ ચાલી,
અવંકગામી’ થઇ, અવંચક થઇને પ્રવર્તે છે, આવો ચમત્કારિક ફેરફાર આ જીવનમાં થઇ જાય છે. સકલ જગજીવનરૂપ આ યોગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂં જોગી જીવન” શરૂ થાય છે, સદ્ગુરુયોગે અવંચક
આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના યોગ વિના જીવના સર્વ યોગસાધક વંચક નીવડ્યા છે, પણ શ્રી સદ્ગુરુનો યોગ થતાં તે સર્વ યોગ અવંચક થઇ પડે છે. આવો અદ્ભુત મહિમા આ યોગાવંચક યોગનો છે. આ પુરુષના સ્વરૂપદર્શનારૂપ આ યોગાવંચક નામની યોગસંજીવની પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક્ર ચાલુ થઇ જાય છે. જેમ હાથો વતાં આખું ચક્ર ચાલવા માંડે છે. તેથી આ યોગાવંચક રૂપ હાથો વતાં આખું યોગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની યોગ-ગાડી સરેડે ચડી-પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. પુરુષ સગુરુનો તથા દર્શનરૂપ યોગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમધન એવો અમૃત રસ પ્રાપ્ત થાય છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે
સત્ છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઇ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી, એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સત” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.”
જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઇ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો