________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૬૩
તો પછી અત્રે સત્પુરુષના તથાદર્શનરૂપ યોગ પર આટલો બધો ભાર મૂકવાનું શું કારણ ? કારણ એટલું જ કે-સત્પુરુષ મૂર્તિમંત પ્રગટ સત્રસ્વરૂપ છે, સાક્ષાત્-પ્રત્યક્ષ મૂર્તિમંત સસ્વરૂપનો યોગ પામેલ પ્રગટ ‘યોગી’ છે, સાક્ષાત્ સહજાત્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યોગી સતપુરુષના જ્વલંત આદર્શ-દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે; જેથી એકાંત સ્વરૂપલક્ષી સત્પુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખો ઉપદેશો જે બોધ નથી કરી શકતા, તે એક સત્પુરુષનો જીવતોજાગતો દાખલો કરી શકે છે. આમ યોગી સત્પુરુષના તથાદર્શનથી જીવનું લક્ષ્ય એક સાધ્વસ્વરૂપ નિશાન પ્રતિ કેંદ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપનો સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર સત્પુરુષના યોગને યોગાવંચક કહ્યો છે. યોગાવંચથી જીવનપલટો
આ સત્પુરુષના યોગથી પ્રાપ્ત થતો યોગાવંચક યોગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમસ્ત આચરણ સંસારાર્થે થતું હતું તે હવે સ્વરૂપલક્ષી થયા પછી કેવળ આત્માર્થે જ થાય છે. પ્રથમ જે જીવની સમસ્ત ક્રિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઇને પ્રવર્તતી હતી, તે હવે આત્મસાધક થઇને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા તે હવે સત્ય સાધનરૂપ થઇ પડે છે. પ્રથમ જે સ્વરૂપલક્ષ વિના ષટ્કારક ચક્ર આત્મવિમુખપણે ઊલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. પ્રથમ જે આત્માની બધી ચાલ અવળી ચાલતી હતી તે હવેસવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત યોગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂકા ચાલતા હોઇ, ‘વંકગામી' હોઇ, વંચક