________________
-
-
-
-
-
-
-
-
-
-
ચૌદ ગુણસ્થાનક ભા-૨
- - - - - આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું છે, એમ અમને તો દ્રઢ રીતે લાગે છે.
જ્ઞાની પુરુષનું ઓળખાણ નહિં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ :- (૧) એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે
અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઇએ તેવું ન થવું.”
આમ સંક્ષેપમાં ચોગાવંચકનું સ્વરૂપ કહ્યું. હવે ક્રિયાવંચકનું સ્વરૂપ લક્ષણ વિચારીએ. સંત આશ્રય પર ખાર ભાર
આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધન-ક્રિયાદિ પરમાર્થે નિષ્ફળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવયોગી એવા સાચા સપુરુષનો-ભાવસાધુનો આશ્રય કરવામાં આવે તો જ અવંચક યોગ, અવંચક ક્રિયા ને અવંચક ફ્લ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકારે “સાધુને આશ્રીને-સંતનો આશ્રય કરીને' એ શબ્દો પર ખાસ ભાર મૂક્યો છે. વંચક કેમ થયા?
કારણ કે આ અવંચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા પૂર્વેના જીવને જે જે યોગ થયા છે, જીવે છે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફ્લા મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંચક-છેતરનારા થયા છે; મૂળ આત્મલક્ષ્યથી સૂકાવનારા હોઇ લક્ષ્ય વિનાના બાણ જેવા થયા છે ! કારણ કે જીવને કદાચ સપુરુષ-સ રનો