________________
—
—
—
—
—
—
—
—
૬૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ છે, એમ આપ્તપુરુષપ્રણીત સિદ્ધાંતમાં-આગમમાં દ્રઢપણે સ્થાપવામાં આવ્યું છે, એવો સિદ્ધાંત નિશ્ચિતપણે પ્રતિષ્ઠિત છે, એવી શાસ્ત્રમર્યાદા છે. એ સિદ્ધાંત નિશ્ચયરૂપ હોઇ, કોઇ કાળે નહિ. સાક્ષાત્ સપુરુષ સદ્ગુરુના યોગે જ જીવનો કલ્યાણમાર્ગમોક્ષમાર્ગમાં પ્રવેશ થાય, એમ ત્રણે કાળમાં સ્થિતિ છે, એમ ત્રણે કાળમાં પરમાર્થ પામવાનો માર્ગ એક જ છે.
કારણ કે “વિના નયનની વાત' એટલે કે ચર્મચક્ષને અગમ્ય ને જ્ઞાનરૂપ દિવ્ય ચક્ષુને ગમ્ય એવી જે વાત છે તે વિના નયન’ -સદ્ગુરુની દોરવણી વિના પ્રાપ્ત થાય નહિ; અને જો સદગુરુના ચરણ સેવે, તો સાક્ષાત પ્રાપ્ત થાય. જો તરસ છીપાવવાની ઇચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ ગુરુગમ વિના કદિ પ્રાપ્ત થાય નહિ, એમ અનાદિ સ્થિતિ છે. અને તેવા પ્રકારે પરમ જ્ઞાની પુરુષોએ ભાખ્યું છે -
“બિના નયન પાવે નહિં, બિના નયન કી બાત;
સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. બુઝ ચહત જો પ્યાસ કી, હૈ બુઝન કી રીત; પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.” પ્રવચન અંજન જો સગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદયનયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.”
અને એવા ઉત્તમ સાચા સાધુપુરુષની, ભાવયોગીરૂપ સાચા સદ્ગુરુની સંગતિનો લાભ પણ ક્યારે મળે ? તેવો ઉત્તમ જોગ ક્યારે બને ? તેનું કારણ પણ અહીં કહ્યું કે-જ્યારે તેવા પ્રકારની ભાવમલની અલ્પતા થાય ત્યારે તેવો “જોગ” જીવને બાઝે. જ્યારે માંહીનો-અંદરનો મેલ (આત્મમલિનતા) ધોવાઇ જઇને ઓછો થાય, ત્યારે તેનું ઉત્તમ નિમિત્ત મળી આવે. આવા “પુણ્યપંડૂર' જ્યારે પ્રકટે ત્યારે સત્પુરુષનો સમાગમયોગ થાય. “એહવો સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રે કીધાં પૂછ્યપંડૂર”
સમાન
પુરુષની
લાભ પણ