________________
૬૨
ચોદ ગુણસ્થાનક ભા|-૨
કામનું ? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સપુરુષનો યોગ અયોગ થાય છે, અળ જાય છે. એમ તો આ જીવે અનેક વાર તીર્થકર જેવા પરમ પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે પુરુષનું તથા દર્શન ન થયું, તેથી તે યોગ અળ ગયો; માટે પુરુષના યોગની ખરેખરી રહસ્યચાવી (Master-key) તેનું યથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંક્ય યોગ થાય છે. યોગઅવંચક એટલે ?
આ અવંચક એટલે શું ? તેની વ્યાખ્યા ઉપર કહી છે તે પ્રમાણે વંચક નહિં તે અવંચક, વંચે નહિ, છેતરે નહિ, ઠગે નહિ તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં એવો અમોધ, અચૂક, અવિસંવાદી, રામબાણ તે અવંચક. યોગ એવો કે કદી વંચે નહિં, ચૂકે નહિં, ખાલી જાય નહિં, તે ચોગાવંચક. આ યોગાવંચક બાણના લક્ષ્ય તાકવા બરાબર છે. બાણની લક્ષ્ય ક્રિયામાં પ્રથમ પગથિયું લક્ષ્યને-નિશાનને બરાબર તાકવું (Aiming) તે છે. તે લક્ષ્ય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિંધવાની ક્રિયા બને છે તેમ આ સમસ્ત યોગક્યિારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષ્યને-નિશાનને સુનિશ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થવો-જોડાણ થવું, તેનું નામ જ યોગાવંચક છે અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તો “સ્વરૂપ' જ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલો યોગ તે ચોગાવંચક છે.
“નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય ;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” સાક્ષાત સસ્વરૂપ