________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ પુણસ્થાનક ભાગ-૨ વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગી રે.”
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય ;
બાકી કુલગુરુ કલ્પના, આત્માર્થી નહિં જોય.” દર્શન-સમાગમ
બીજું-આવા પુરુષ સગુરુ વિધમાન હોય, પણ તેનો દર્શનજોગ જો ન થાય, સમાગમ-પરિચય ન થાય, તો શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેનો લાભ ન લેવાય તો શું કામનું ? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તો શું કામનું ? કામદુધા. કામધેનુ આવી હોય, પણ તેની આરાધના ન થાય તો શું કામનું ? સાક્ષાત પરમામૃતનો મેઘ વરસતો હોય, પણ તેને ઝીલવામાં ના આવે તો શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યક્તા છે. “પરિચય પાતક વાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત ; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હોત.” સ્વરૂપનું તથા દર્શન
ત્રીજું-બાહ્યથી સંતના દર્શન-સમાગમ થાય, પણ અંતરથી સંતનું તથા પ્રકારે સંતસ્વરૂપે દર્શન ન થાય, સસ્વરૂપે ઓળખાણ ન થાય, તો તેનો બાહ્ય સમાગમ-યોગ પણ અયોગરૂપ થાય છે, નિષ્ફળ થાય છે અથવા પુરુષ મળ્યા હોય, પણ તેનું આંતરદર્શન-ઓળખાણ થઇ શકે એવી પોતાનામાં યોગ્યતા ન હોય, તો યોગ ન મળ્યા બરાબર થાય છે.
આ ત્રણમાં પણ ત્રીજો મુદ્દો સૌથી વધારે મહત્વનો છે, કારણ કે પુરુષ હોય, તેના બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે “આત્મદર્શન' ન થયું હોય, તો શું