________________
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
પ૯
––– એટલે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ થાય એ રીતે ધર્મની પ્રવૃત્તિ કરવી. (૧૪) ધૈર્યનું અવલંબન ક્રવું
ધીરતા ગુણને ધારણ કરવો. (૧૫) આયતિનો નળ વિચારવો :
એટલે આગળના કાળની વિચારણા કરવી આ વિચારણા ધર્મની બાબતની સમજવી. (૧૬) મરણને રોજ ધ્યાનમાં રાખવું ઃ
એટલે મારે મરવાનું છે એ યાદ કરવું તે. (૧૭) પરલોકમાં હિત થાય એ રીતે જીવન જીવવું (૧૮) વિક્ષેપકારી માર્ગનો ત્યાગ કરવો એટલે ધર્મને વિષે વિજ્ઞ થાય ધર્મનાશ થાય એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. (૧૯) પાપની નિંદા કરવી. (૨૦) પુણ્યની એટલે સુકૃતની અનુમોદના કરવી. (૨૧) ઉદારતા રાખવી. (૨૨) ઉત્તમ પુરૂષોનાં ચરિત્રો વાંચવા અને સાંભળવા અને સાંભળીને શક્ય એટલું એ પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરવો.
આ પ્રવૃત્તિઓ સુખના રાગનો સંયમ થતો જાય-સુખના રાગ પ્રત્યેનો ગુસ્સો વધતો જાય એટલે આ પ્રવૃત્તિમાં વિશેષ આનંદ પેદા થતો જાય છે અને આના પ્રતાપે જીવ શુધ્ધ યથાપ્રવૃત્તકરના છેલ્લા અંતમુહૂર્તમાં એટલે ચરમયથાપ્રવૃત્તકરણના પરિણામમાં પ્રવેશ કરે છે એટલે કે જીવ ચરમયથાપ્રવૃત્તકરણને પામે છે. એ અંતર્મુહૂર્તના કાળમાં રહેલા જીવનાં પરિણામો કેવા કેવા પ્રકારના હોય છે. વિશુદ્ધિના કારણે કેટલા પરિણામો વધીને સ્થિરતાને પામે છે એ જણાવે છે.
આવા જીવોનો મન, વચન, કાયાનો વ્યાપાર હવે આત્માને ઠગનારો બનતો નથી જ્યારે આવા અધ્યવસાયને જીવ પામેલો