________________
ચૌદ ગુણસ્થાનક ભાગ - ૨
૫૭
થતી જાય છે. આથી ઉચિત વ્યવહારનું પાલન પોતાની શક્તિ મુજબ વધતું જાય છે. આ રીતે પ્રવૃત્તિ કરતાં સુખમય સંસાર પ્રત્યે અત્યંત ગુસ્સો વધતો જ જાય છે. આટલા વર્ષોથી આ સામગ્રીને ઓળખી શક્યો નહિ. આ સામગ્રી કેટલી ભયંકર છે મને કેટકેટલું દુ:ખ આપી રહ્યું છે. એ હવે ખબર પડે છે. આથી એ સુખની સામગ્રીથી સદા સાવચેત જ હોય છે અને એનાથી ક્યારે છૂટાય એવી વિચારણામાં જ જીવ્યા કરે છે. સુખમય સામગ્રી પ્રત્યે ગુસ્સો વધે છે. એનાથી પોતાના આત્માનો ભાવ મળ નાશ પામતો જાય છે. એ ભાવમળના નાશના કારણે હવે કેવા વિચારો આવે છે તથા કઇ પ્રવૃત્તિ કરતાં કરતાં એ જીવતો હોય છે એ જણાવે છે. એનાથી જ્ઞાનીઓએ મિત્રાદ્રષ્ટિનાં જે ગુણો કહ્યા છે તે બીજરૂપે ખીલી ઉઠે છે. મિત્રાદ્રષ્ટિના ગુણો વાસ્તવિક રીતે જીવને સમકીત પામવાના પહેલાના એટલે છેલ્લા અંતર્મુહૂર્તમાં પેદા થાય છે જે છેલ્લા અંતર્મુહૂર્તને જ્ઞાનીઓએ ચરમયથાપ્રવૃત્તકરણ કહેલું છે તે પેદા થાય એવી કક્ષાના પરિણામમાં જીવ રહેલો છે.
(૧)
ચૈત્યવંદન :
(૨)
ગુરૂવંદનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. અક્લ્યાણ મિત્રનો યોગ તજી દેવો ઃ
એટલે જે મિત્ર આપણને પાપમાં જોડતો હોય-પાપમાં જોડવાની પ્રેરણા આપતો હોય-પાપ કરાવવામાં અને પોતાના પાપોની અનુમોદના કરાવવામાં સહાયભૂત થતો હોય તે અકલ્યાણ મિત્ર કહેવાય છે.
(3) ક્લ્યાણ મિત્રની સંગતિ કરવી :
આત્માનું કલ્યાણ કરાવે-કલ્યાણ કરવામાં પ્રેરણા આપેકલ્યાણના કાર્યોમાં જોડે-આગળ વધારે-વારંવાર હિત શિક્ષા આપી
દોષોને ઓળખાવે-ગુણોની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થાય તે
કલ્યાણમિત્ર કહેવાય.