________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૫૫ – – એમની પાસેથી કંઇ લેવાની અપેક્ષા નથી, કોઇ ચીજ માગતા નથી, અને આત્માના કલ્યાણનો માર્ગ બતાવ્યા કરે છે. મારા આત્માને કેમ ગુણોની પ્રાપ્તિ વધારે થયા કરે એનો માર્ગ બતાવ્યા કરે છે અને સાચી સમજણ આપીને એ માર્ગમાં મને આગળ વધારવામાં વારંવાર પ્રેરણા કર્યા કરે છે. આવા સાધુ ભગવંતોનો ભેટો-એમનો સહયોગ મારા માટે કેટલો ઉપકારક બને છે એમ વિચારણા કરી સાધુઓનું દર્શન સહવાસ વારંવાર કરવાનું મન થયા કરે છે. જેટલું એને અનુકૂળ પદાર્થોને જોવાનું એમના સહવાસમાં રહેવાનું હવે આકર્ષણ-ખેંચાણ નથી થતું એના કરતાં વિશેષ ખેંચાણ સાધુના સહવાસમાં થાય છે. સાધુનો સહવાસ વધતો જાય છે તેમ તેમ રાગાદિ પરિણામની મંદતા પેદા થતી જાય છે. અસંખ્ય ગુણ કર્મોની નિર્જરા વધતી જાય છે. આ મંદતાના પ્રતાપે ગાંભીર્ય યોગ પ્રાપ્ત થતો જાય છે. એટલે જે ઉતાવળી વૃત્તિ હતીચંચળ વૃત્તિ રહેતી હતી તે નાશ પામતી જાય છે અને મન, વચન, કાયાના યોગના વ્યાપારની સ્થિરતા રૂપ ગાંભીર્ય પણું પ્રાપ્ત થતું જાય છે. એ ગાંભીર્ય પણાથી પ્રકૃતિ અભિમુખતા એટલે પોતાના ગુણોની-પોતાના સ્વભાવની અભિમુખતા ગુણ પેદા થતો જાય છે. જેમ જેમ પોતાના સ્વભાવને અભિમુખ થતો જાય તેમ અંતરમાં આનંદ વધતો જાય છે અને અભિમુખપણાની જાણકારીથી અપુનર્બલકપણાને પામે છે. એ અપુનબંધકપણાથી હવે એનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધતો જાય છે તે આત્મજ્ઞાન સન્મુખ કરવામાં સહાયભૂત થતું હોવાથી એ જ્ઞાન પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. જેમ જેમ પ્રવર્તક જ્ઞાનની સ્થિરતા થાય છે તેમ તેમ અંતિમ સાધ્યનું ધ્યેય પ્રાપ્ત થાય છે એટલે મોક્ષનું ધ્યેય નિશ્ચિત થાય છે અને એનાથી સમ્યક્ઝવર્તન યોગની પ્રાપ્તિ થાય છે એટલે હવે જે યોગનો વ્યાપાર જીવનમાં થાય છે તે સમ્યક્ઝવર્તન રૂપે થાય છે એટલેકે મન, વચન, કાયાના યોગનો વ્યાપાર હવે એનાથી