________________
–
–
ચૌદ ગુણસ્થાનક ભા-૨
પ૩ જીવોને છોડાવવાનું મન થાય છે છતાં પણ યોગ્યતા ન જોવાથી ઉપેક્ષા ભાવ પેદા કરીને મૌન રહે છે એ તક આવે
વિજય
છે.
(૪) તત્વસારા ઉપેક્ષા :
“ના વાડા, અs
સુખ-દુખ કેવી રીતે થાય છે તેનો fષા કરી પોતાથી. અન્ય સર્વ પ્રાણીઓને કાંઇપણ સુખ દુખ ન થાઓ એવી ઇચ્છાથી થયેલી ભાવના તે ચોથી કહેવાય છે.
અપુનબંધક દશાના પરિણામને પામેલો જીવ નિર્ભયતા ગુણને પેદા કરીને એની સ્થિરતાથી મૈત્રી-પ્રમોદ-કારૂણ્ય ભાવના પેદા કરી માધ્યસ્થ ભાવનામાં હવે એને આંશિક સાચા સુખની અનુભૂતિ થયેલી છે એના કારણે વિચાર કરે છે કે જગતમાં સુખ અને દુઃખ આપનાર કોઇ નથી સુખ અને દુઃખ જીવોને પોતાના કર્મના અનુસાર પેદા થાય છે. આપણે કોઇ જીવને નિમિત્ત ભૂત થઇએ તો તેનાથી સામા જીવને સુખ દુઃખ થાય છે. કોઇ કોઇના નિમિત્તોથી જીવો સુખી અને દુઃખી થાય છે એ જે માન્યતા હતી તે દૂર થાય છે અને વિચારે છે કે મારે હવે એવી રીતે જીવન જીવવું જોઇએ કે મારાથી કોઇપણ જીવ સુખ કે દુઃખ ન પામો. કારણકે ભૌતિક સુખ એ પણ આત્માને માટે દુઃખનું કારણ થાય છે. જો એમાં જીવતા ન આવડે તો તે સુખ પણ દુ:ખ રૂપ બને છે અને દુખ તો દુઃખરૂપ છે તો એ સુખ-દુઃખ મારાથી કોઇ જીવને ના થાઓ એ ભાવના આ માધ્યસ્થ ભાવથી પેદા થાય છે. જેમ જેમ જીવ સાચા સુખની આંશિક અનુભૂતિમાં સ્થિર થતો જાય છે તેમ તેમ તેને ભૌતિક સુખ પ્રત્યે સહજ રીતે ગુસ્સો વધતો જાય છે અને દ્વેષ બુદ્ધિ પણ વધતી જાય છે આથી એ જીવોને-એ ભૌતિક સુખવાળા જીવોને અંતરમાં વિશેષ દયાનો પરિણામ પેદા થાય છે. દુઃખી જીવો પ્રત્યે તો દયાનો પરિણામ છે જ પણ સુખી પ્રત્યે વિશેષ