________________
૫૧
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ બે વાર-અનેકવાર કહેવા છતાં ન સુધરે તો પણ એ જીવ પ્રત્યે દ્વેષ ભાવ કરવો નહિ. ગુસ્સો કરવો નહિ. અજ્ઞાન જીવ છે ભારે કર્મના ઉદયવાળો જીવ છે માટે સુધરવાનું મન થતું નથી માટે સુધરતો નથી. એમ વિચારી માધ્યસ્થ ભાવ રાખીને ઉપેક્ષા ભાવ કરવો એ માધ્યસ્થ ભાવના કહેવાય છે. આનાપણ ચાર પ્રકારો કહેલા છે.
અધર્મી પ્રાણી પ્રત્યે રાગ દ્વેષ બન્નેનો ત્યાગ કરવો અર્થાત અધર્મી આત્માઓનો ત્યાગ કરવો તે ઉપેક્ષા કહેવાય છે. (૧) રૂણાજન્ય ઉપેક્ષા :
કોઇ અપથ્ય ખાનાર રોગી ઉપર કરૂણા આવવાથી તેને અપથ્ય સેવતાં અટકાવી શકાશે નહિ એમ ધારીને અથવા તેમ કરવાનો પોતાનો અધિકાર નથી એવા ખ્યાલમાં તેને અપથ્ય સેવવાનાં કાર્યથી નિવારણ કરવામાં ઉપેક્ષા કરે છે. પોતાના કુટુંબને વિષે કે સ્નેહી સંબંધી વિષે પોતાનો જેના પ્રત્યે અધિકાર ન હોય અને તે રોગી બન્યો હોય તો તેની ખબર કાઢવા વ્યવહારથી જાય તેમાં ખબર પડે કે આને તો જે રોગ થયેલ છે તે રોગમાં આ પથ્થકારી ન કહેવાય. અપથ્ય રૂપે છે, પણ કહેવાનો અધિકાર નથી. અથવા અયોગ્ય જાણીને કહેવાનું માંડીવાળી ઉપેક્ષા કરી ઘરે આવે તે આ પહેલું લક્ષણ કહેવાય છે. આનો અર્થ એ થાય છે કે કોઇપણ જીવનું કાર્ય જોઇને અંતરમાં દયા ભાવ પેદા થાય તેના કારણે આ કાર્યથી આટલું નુક્શાન થશે એમ પણ જાણતો હોય છતાં અયોગ્ય સમજીને અથવા આપણો અધિકાર નથી એમ સમજીને કહે નહિ પણ ઉપેક્ષા ભાવ સેવે તો તે આ પહેલી માધ્યસ્થ ભાવનાનું લક્ષણ કહેવાય છે. જેમ કે દાખલા તરીકે કોઇ જીવ દેવની ભક્તિ કરે છે. એ સેવા પૂજા જે રીતે કરવી જોઇએ એ રીતે કરતો ન હોય, આપણે જોઇએ છીએ પણ કોઇ પરિચયમાં એ