________________
४८
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તો પોતે જ તેનું દુઃખ દૂર કરે છે જ્યારે પ્રયત્ન કરવા છતાં કોઇનું દુઃખ દૂર ન થાય તો પોતાને ભૌતિક સુખની સામગ્રીમાં સુખી માનતા નથી ઉપરથી વિચાર કરે છે કે મળેલી સામગ્રી બીજાના દુઃખ દૂર કરવાના ઉપયોગમાં ન આવે તો પછી હું સુખી શાનો ! એ દુ:ખી રહે ત્યાં સુધી હું સુખી કઇ રીતે કહેવાઉં ? આ વિચારણાના પ્રતાપે-આ માન્યતાના પ્રતાપે એ આત્માઓને સામાન્ય રીતે ત્રણ ગુણોની પ્રાપ્તિ થયેલી હોય છે. (૧) બીજાના દુઃખે હૈયું દુખી રહેવું (૨) બીજાના સુખે હૈયું સુખી રહેવું અને (૩) કોઇ જીવ પોતાને દુખ આપે તો દુઃખ વેઠીને પણ સામા જીવને સુખ થતું હોય તો સુખી કરવાની ભાવના. આ ત્રણ ગુણના પ્રતાપે એઓ સમકતની જ્યારે પ્રાપ્તિ કરે ત્યારે આંશિક સાચા સુખની જે અનુભૂતિ થાય છે તે વિશિષ્ટ કોટિની હોય છે અને તે અનુભૂતિનો આનંદ પણ એ આત્માઓના અંતરમાં વિશેષ રીતે પેદા થાય છે. એના કારણે એમના અંતરમાં એ ભાવના અને એ વિચાર ચાલ્યા જ કરતો હોય છે કે ક્યારે મારી શક્તિ આવે કે જગતના સઘળાય જીવોના અંતરમાં જે ભૌતિક સુખનો રસ રહેલો છે તેનો નીચોવીને નાશ કરી આ સાચા સુખનો રસ પેદા કરી દઉં અર્થાત્ સાચા સુખના રસીયા બનાવી દઉં. આ વિચારણા અને ભાવનાને સવી જીવ કરૂં શાસન રસીની ભાવના કહેવાય છે. જે પોતાને સુખની અનુભૂતિ થઇ એ સૌને ક્યારે પ્રાપ્ત કરાવું એ વિચારણા-ભાવના એ આત્માઓમાં થાય જ. દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરતાં કરતાં આપણને કાંઇ સુખની અનુભૂતિ થાય છે ? એ પહેલા વિચારવાનું અને પછી એની સાથે એ ભાવ લાવવાનો કે જે સુખની અનુભૂતિ મને થાય છે એ જગતના સર્વ જીવોને હું ક્યારે અનુભવ કરાવું એવી ભાવના થાય છે ? એ ન થાય તો કુટુંબના જેટલા સભ્યો છે એ સૌને એટલે મારા નિકટવર્ત જીવોને આ સુખની અનુભૂતિ ક્યારે કરાવું એ ભાવનાય થાય છે ? બોલોને કે પહેલા આપણું