________________
४८
ચોદ મણસ્થાનક ભાગ-૨
સખ માનતો થાય એવી દયા આવે છે ? જ્ઞાનીઓ કહે છે કે જ્યાં સુધી પોતાની એવી દયા ન આવે ત્યાં સુધી બીજા જીવોની એવી દયા પેદા થાય ક્યાંથી ? સ્વદયા વગર પરદયા કરવી એ આત્મ કલ્યાણ માટે થતી નથી એટલે સાચા સુખ તરફ લઇ જનારી-સાચા સુખની અનુભૂતિ કરાવવામાં સહાયભૂત થતી નથી માટે સૌથી પહેલા પોતાના આત્માની દયા છે ? પોતાના આત્માની દયા એટલે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતી પુણ્ય રાશિથી મનુષ્ય જન્મ પામ્યા છીએ એનાથી નીચી ગતિમાં ન જવાય એનું લક્ષ્ય રાખીને જીવન જીવવું તે સ્વદયાનો પરિણામ કહેવાય છે. વર્તમાનમાં જીવન જીવતાં અહીંથી કમસેકમ મરણ પામ્યા પછી આવો મનુષ્ય જન્મ મલે અથવા આનાથી સારી સદ્ગતિ મળે એવું લક્ષ્ય અને વિશ્વાસ ખરો ને ? આવી વિચારણામાં જે જીવો જીવતા હોયતે જીવો બીજા જીવોની દયા કરવાના અધિકારી કહ્યા છે અને એ જીવોને જ મિથ્યાત્વની મંદતા થતાં સાચા સુખની આંશિક અનુભૂતિ થઇ શકે છે તોજ એ જીવો બીજા ભૌતિક સુખવાળા જીવોની દયા કરતાં કરતાં એ સાચા સુખની અનુભૂતિને ક્યારે પ્રાપ્ત કરે એ ભાવનાવાળા બને છે. આ કરૂણા ભાવનાનું ત્રીજુ લક્ષણ અથવા ત્રીજો ભેદ કહેવાય છે. (૪) સ્વાભાવિક અવહિત યુતા કરૂણા
કુદરતી રીતે અન્ય ઉપર કરૂણા એટલે દયા આવે જેમ ભગવાનને સવી જીવ કરૂં શાસન રસી એવો ભાવ આવે છે તે.
અરિહંત પરમાત્માઓના આત્માઓ સંસારમાં પહેલા ગુણસ્થાનકે રહેલા હોય છે તો પણ તેઓના અંતરમાં પરાર્થવ્યસનીપણાનો ગુણ સદા માટે રહેલો હોય છે જ્યારે મનુષ્યપણાને પામે છે ત્યારે તે મનુષ્યપણામાં કોઇપણ દીન-અનાથદુખી માણસને જૂએ ત્યારે તેનું દુઃખ દૂર કરવાની શક્તિ હોય