________________
૫૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પોતાનું ઠેકાણું નથી. ચાલો સંસારમાં જે ભૌતિક સુખની સામગ્રી તમને મલે છે એ, “મારી તાકાત હોય તો તે સામગ્રી સૌને આપીને સુખી કરૂં' એ ભાવનાય ખરી ? સૌને માટે વિચારણા ન થતી હોય તો કુટુંબમાં જેટલા ભાઇઓ હોય-વ્હેનો હોય એ નિકટવર્તી કુટુંબને પણ આ સુખ સૌને આપીને સુખી કરું એય ભાવના ખરી ? જ્યાં આ ભાવના ન હોય ત્યાં દેવ-ગુરૂ-ધર્મની ભક્તિ કરતાં સાચા સુખની આંશિક અનુભૂતિ થાય એ સંભવિત છે? તો આપણે એ સુખની અનુભૂતિ કરવી નથી ? આ સાચા સુખની અનુભૂતિ કરવા માટેજ આરાધના કરવાની છે આ રીતે કુટુંબને સાચા સુખની અનુભૂતિ કરાવવાની ભાવના એ ગણધર નામકર્મ બંધાવવામાં સહાયભૂત થાય છે. અપુનબંધક દશાના પરિણામમાં આંશિક અનુભૂતિથી જીવને આવા ઉંચા પરિણામો-વિશુધ્ધિ પેદા થઇ શકતી હોય તો સમજીતી જીવોની દશા અને એની વિશુદ્ધિની અનુભૂતિ કેવી હોય એ વિચારો ? આ કરૂણા ભાવનાનું ચોથું લક્ષણ કહેવાય
છે.
માધ્યસ્થ ભાવના
કોઇપણ જીવની ભૂલ દેખાય તો પણ તે જીવને કહેવું નહિ એટલેકે જે વખતે કાર્ય કરતા હોય તે વખતે ભૂલ જણાય અને એ ભૂલથી નુક્શાન થતું દેખાય તો પણ તે ભૂલને કહેવી નહિ. અજ્ઞાન જીવ છે માટે ભૂલ થાય પણ તેની યોગ્યતા નથી માટે નથી કહેવી એમ વિચારી ગણ કરે-ઉપેક્ષા સેવે તે માધ્યસ્થ ભાવ કહેવાય છે. એવી રીતે જે ટાઇમે ભૂલ થતી હોય તે વખતે તો કહેવાય નહિ જ્યારે કોઇ ન હોય ત્યારે અને યોગ્યતા દેખાય તો જ એકાંતમાં લઇ જઇને શાંતિથી કહેવાય કે જો આમ કર્યું એની બદલીમાં આમ કર્યું હોય તો વધારે સારું લાગે. આ કર્યું તે બરાબર થયું નથી. હવેથી કાળજી રાખશો એમ કહેવાય. આમ છતાં એકવાર