________________
ચૌદ ગુણસ્થાનક માd|-૨
૩૫
એવા નીકળતા હતા અને એ સામગ્રીના ગર્વના કારણે નાના કે મોટા માણસોને-સ્નેહી-સંબંધીઓને ગમે તેવા વચનો કહીને ધૂતકારી નાંખતો હતો અને બધાની સાથે વ્યવહાર કાપી નાંખતો હતો એ બધા વિચારો આ નિર્ભયતા ગુણના કારણે નાશ પામી. ગયા અને આ સૌને સુખી બનાવવાના વિચારો ચાલ્યા કરે છે. આને પણ જ્ઞાનીઓએ મૈત્રી ભાવનાનું બીજુ લક્ષણ કહેલ છે. આજે લગભગ આવા ભાવો અને વિચારણા આવે ખરી ? ધર્મ પ્રવૃત્તિ કરનારા આપણને અંતરમાં આવા વિચારો સિવાય બીજા વિચારો આવે નહિ ને? તો જ મૈત્રીભાવ અંતરમાં છે એમ કહેવાય. આ કક્ષા પેદા કરવા માટે કેટલું જતું કરવું પડે એ વિચારો અને જે કાંઇ પ્રતિકૂળતાઓ વેઠી વેઠીને કેટલુંય જતું કરી કરીને જીવી રહ્યા છીએ પણ એ શેના માટે ? સ્નેહી સંબંધી માતા પિતા વગેરે સુખી રહે એ માટે નહિને ? આવી વિચારણાઓ કરીને જીવન જીવવું એ મૈત્રી ભાવનું બીજું લક્ષણ કહેવાય છે. (૩) સ્વ પ્રતિપન્ન સુખ ચિંતા :
સ્નેહી-સંબંધી સિવાયના જગતમાં રહેલા જે પ્રાણીઓને પોતે પોતાના ગણ્યા હોય અથવા જેને પોતાના પૂર્વ પુરૂષોએ એટલે પૂર્વજોએ પોતાના ગણ્યા હોય તેવા આશ્રિતો સુખી કેમ રહે એ સૌ સુખી રહે અને સુખપૂર્વક-સમાધિ પૂર્વક પોતાનું જીવન જીવતા રહે એવી વિચારણા કરી એઓને સુખી કરવા પ્રયત્ન કરવો એ આ મૈત્રી ભાવનું ત્રીજું લક્ષણ કહેલું છે. | વિચારો, આજે આવી કોઇ વિચારણા પેદા થાય કે પૂર્વ પુરૂષો હયાત ન હોય તો તેમના સ્નેહી સંબંધીઓ સાથે સંબંધનો વ્યવહાર બંધ થઇ જાય ? તો પછી તેઓનાં આશ્રિતોની ચિંતા વિચારણા અને સુખી કરવાની ભાવના ક્યાંથી આવે ? આ વિચારણા કરી જીવન જીવવાનું શરૂ કરે તો સુખનો રાગ-સુખના