________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૩૭ એનો આનંદ આવા જીવોના અંતરમાં વિશેષ રહેલો હોય છે. આથી સુખના પદાર્થોનો રાગ સહજ રીતે ઓછો થતો જાય છે. હવે એને એ સુખના પદાર્થો વિશેષ રાગ પેદા કરાવીને મારાપણાની બુદ્ધિ-મમત્વ ભાવ પેદા થવા દેતા નથી. આજ અપુનબંધક દશાનો અનુભવ અને મૈત્રી ભાવનાનું ત્રીજું લક્ષણ કહેવાય છે. આવા ભાવ આપણા અંતરમાં ખરા ? આવા ભાવો આપણા અંતરમાં નથી એમ ખબર પડે તો એવા ભાવો લાવવાની ભાવના ખરી? કે મને જો આ સુખની સામગ્રી મલે તો હું મારા સ્વજન-સ્નેહી-સંબંધીઆશ્રિતો આદિ સૌને સુખી કરી દઉં અને નિર્ભયતા રૂપ સુખની અનુભૂતિ કરતો થાઉં ? એવું મનમાં થાય ? જો આવા ભાવ હોય. તો જેટલી સુખની સામગ્રી આપણી પાસે હોય તેમાંથી કેટલાના ઉપયોગમાં આવે એવી હોય અને જેટલા સુખી થઇ શકે એમ હોય એ સૌને જરૂર સુખી કરું એ માટે પ્રયત્ન કરવાનું મન થાય ને ! કે જ્યારે બધાનેય સુખી કરવાની સામગ્રી મલે પછી વાત ? આપણી ભાવના કયા પ્રકારની છે એ વિચારો ! તો કાંઇક આગળ વધવાનું મન થાય. મૈત્રી ભાવનાના આ ત્રીજા લક્ષણમાં આટલો આનંદ થાય અને આવા સારા ભાવોમાં રહેતા હોય તો ચોથા લક્ષણમાં કેવા ભાવો અને કેવી અનુભૂતિ પેદા થતી હોય. (૪) સામાન્ય સુખ ચિંતા :
ઉપકાર-સંબંધ કે આશ્રયનો ખ્યાલ રાખ્યા વગર સર્વ પ્રાણીઓનું સુખ ઇચ્છવું તે. એટલે કે જગતમાં જેઓએ આપણો ઉપકાર કરેલો નહિ. કોઇ સ્નેહીં-સંબંધી કે સગા વહાલા ન હોય. અને કોઇ પૂર્વજોનાં પણ આશ્રિત વગેરે ન હોય એવા જીવો પ્રત્યે જે જે જીવો જે જે પદાર્થોથી દુ:ખી દેખાય તે સઘળાય જીવોનું દુ:ખા દૂર કરવાની ભાવના અને ઇચ્છા પેદા થાય અને સૌ દુઃખથી મુક્ત થઇ સુખી બનો એ માટે પ્રયત્ન કરવાની ભાવના તથા