________________
૪૨
ચોદ ગુણસ્થાનક ભાગ-૨
(૩) સદનુબંધ યુતા મુદિતા ભાવ:
આ ભવ અને પર ભવ બન્નેમાં સુખ થાય તેવો અનુબંધ કરાવનાર શુભ કાર્યો કરનારને તજ્જનિત સુખ પ્રાપ્તિ થાય તેમાં સંતોષ માનવો તે.
પોતાનું જીવન એવા શુભ વિચારોમાં - શુભ આચારોમાં પરોવાયેલું હોય કે જેના પ્રતાપે આ લોકમાં જે મલે તેમાં સંતોષ હોય અને પરલોકમાં પણ સુખ મલ્યા કરે એટલે સુખી થવાય કે જેથી દુર્ગતિમાં જવાલાયક વિચારો કે પ્રવૃત્તિ પોતાના જીવનમાં ન હોય માટે સદ્ગતિ બંધાયા કરે એ રીતે જીવતો હોય અને આયુષ્યનો બંધ પડે તો પણ સગતિનું આયુષ્ય બંધાય. આથી આલોક અને પરલોક બન્નેમાં સુખ મલવાનું એનો સંતોષ જીવનમાં હોય છે એવા આનંદથી જીવન જીવવું એ પ્રમોદ ભાવનાનું ત્રીજું લક્ષણ કહેલ છે. આવા અધ્યવસાય વાળા જીવોને અનુબંધ પેદા થાય તો શુભ કર્મોનો અનુબંધ સારી રીતે પેદા થતો જાય છે અને એ શુભ કર્મોના અનુબંધના કારણે આ જીવોને ભગવાનની વાણી સાંભળવા મળે તો સહજ રીતે સાચા સુખની ઇચ્છા પેદા થયા વગર રહેતી નથી અને એ સાચા સુખની રૂચિ તીવ્ર બન્યા વગર રહેતી. નથી અને આથી એ સાચા સુખનો આંશિક આનંદ પણ વધતો જાય છે. એ આનંદ કેવો ? કે અત્યાર સુધી સંસારમાં અનુકૂળ પદાર્થોને ભોગવતાં એ સખની અનુભૂતિ કરતાં જેવો આનંદ પેદા થાય તેના કરતાં કેઇ ઘણો આનંદ એટલે સુખની અનુભૂતિ જીવને પેદા થતી જાય છે. માટે આ જીવોને અનુકૂળ પદાર્થોમાં સહજ રીતે દુખની અનુભૂતિ વધતી જાય છે એ અનુકૂળ પદાર્થો સુખરૂપ લાગતા નથી પણ તેના પ્રત્યે નત ભાવ અને કંટાળો વધતો જાય છે. જ્યારે જ્યારે એ અનુકૂળ પદાર્થો માટેની ક્રિયા કરવાનો વખત આવેત્યારે એને સૂગ તથા વિશેષ રીતે કંટાળો આવે કે