________________
४४
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ - -- - - - - - - - - - - - - - જોવામાં આવે તેમ તે જીવો અજ્ઞાન લાગે અને એમની અંતરથી દયા આવે. એ અનુકૂળ પદાર્થોને મેળવવાની મહેનત કરનારાવધારવાની મહેનત કરનારા-સાચવવાની મહેનત કરનારાકાવવાની મહેનત કરનારા અને એ સામગ્રી ન ચાલી જાય એની સતત કાળજી રાખનારા અને મરતી વખતે મૂકીને-રોઇને મરનારા જીવો પ્રત્યે અજ્ઞાનને પરવશ રહેલા જીવો છે એવા વિચારથી દયાનો પરિણામ પેદા થતો જાય છે. આવા ઉંચી કોટિના મનુષ્ય જન્મને પામીને જે સુખની અનુભૂતિ કરવાની હતી તે સુખની અનુભૂતિ કર્યા વગર મરણ પામ્યો એમ એના અંતરમાં લાગ્યા કરે છે. આના પ્રતાપે દ્વેષ બુદ્ધિ કે ઇર્ષ્યા ભાવના વિચારો સદંતર નાશ પામી જાય છે. આ પરિણામના કારણે જીવ અસંખ્ય ગુણઅસંખ્ય ગુણ નિર્જરા સમયે સમયે કરતો જાય છે. આ નિર્જરાના પ્રતાપે મિથ્યાત્વની મંદતા વિશેષ થતી જાય છે અને મોક્ષના સુખની આંશિક અનુભૂતિ એટલે સાચા સુખની આંશિક અનુભૂતિની સ્થિરતા વધતી જાય છે આથી અનુકૂળ પદાર્થો પ્રત્યે અંતરથી ગુસ્સો પણ વધતો જાય છે અને સ્વદોષ દર્શન તથા પર ગુણ દર્શનની સ્થિરતા આવે છે. આ પ્રમોદ ભાવના કહેવાય છે.
કરૂણા ભાવના
આ કરૂણા ભાવનામાં દુઃખ દૂર કરવાની ઇચ્છા થાય છે એટલે કે દુઃખની ઉપેક્ષાનો ત્યાગ થાય છે એના પણ ચાર ભેદો છે. (૧) મોહજન્ય રૂણા :
અજ્ઞાનથી વ્યાધિ ગ્રસ્ત એટલે રોગથી જે પીડાતા હોય એવા પ્રાણી પ્રત્યે દયા કરવી-દયા લાવવી એટલે કે એ રોગગ્રસ્ત પ્રાણી દયા કરવા આપણને ઉશ્કેરે તેવા ગળગળતાં શબ્દથી અપથ્ય