________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૪૫
ભોજન ખાવા માંગે તેના પર ખોટી દયા લાવી તેને ભોજન આપવું તે. એ શબ્દો સાંભળીને અંતરમાં થાય કે હશે આટલા દિવસનો રોગ છે તો એને ખાવાનું મન ન થાય ! ભલે થોડું ખાય એવા વિચારો કરી અપથ્ય ભોજન આપે-ખવડાવે એને જ્ઞાનીઓ ખોટી દયા કહે છે. કારણકે એનાથી એ રોગિષ્ટ જીવનો રોગ વધવાથી વધારે હેરાન થાય તેને એ રોગનું દુઃખ વધારે ભોગવવું પડે. રોગ મટવા આવ્યો હોય-દવા લાગુ પડી ગઇ હોય-ધીમે ધીમે સુધારો દેખાતો હોય તોય અપથ્ય ભોજન માગે અને દયાથી અપાય-આપવામાં આવે તો શું થાય ? એ રોગ વધી જાય તેની પીડા પણ તે વખતે એને જ ભોગવવી પડે આવી દયાને કેવી દયા કહેવાય એ વિચારો ? અને જો તે વખતે દયા કર્યા વગર અપથ્ય ભોજન ન આપે તો લોક શું કહે ? નિર્દય પણ શા હેતુથી ન આપ્યું એ કોઇ ન વિચારે માટે આવી દયા આવા ઉંચી કોટિના જીવોના અંતરમાં પેદા થાય અપથ્ય ભોજન આપે પણ આપતા આપતા શિખામણ રૂપે શાંતિથી કહે કે લ્યો અમને આપવામાં વાંધો નથી પણ એનાથી રોગ વધશે અને હેરાન તમારે થવું પડશે. આટલું સારૂં થયેલ છે. થોડા ટાઇમમાં સંપૂર્ણ આરામ થઇ જશે એમાં પછી ટાઇમ લાગશે. બધુ સમજાવે અને એ અપથ્યનું ભોજન પેટ ભરીને ખાવાનો હતો તેના બદલે સામાન્ય ચખાડીબાજુ ઉપર લેવડાવી દે પણ સદંતર ના ન કહેવાય કારણકે ના કહેવાથી એમાંને એમાં એનો જીવ રહી જાય અને આયુષ્ય પૂર્ણ થઇ જાય તો દોષ આપણને લાગે. માટે જ્ઞાનીઓએ તે વખતે જે માગે તે લાવી આપવું-હાજર કરવું અને પછી શીખામણ રૂપે સમજાવવાનું વિધાન કરેલ છે. આ મોહજન્ય કરૂણા કહેવાય છે. કારણકે એ જીવના કારણે આવી કરૂણા પેદા થાય છે. (૨) દુ:ખિત દર્શન જન્ય રૂણા ઃ
દુઃખી પ્રાણીઓને જોઇને તેને આહાર ઔષધિ વગેરે જોઇતી