________________
૪૦
ચૌદ વણસ્થાનક ભાગ-૨ બોલવાની વૃત્તિ હતી તેના બદલે હવે આ નિર્ભયતાના કારણે સ્વદોષ દર્શન એટલેકે પોતાના દોષોને જોવાની વૃત્તિ પેદા થતી જાય છે. એટલે કે પોતાના નાના નાના દોષોને પણ મોટા કરી કરીને દર્શન કરતો જાય છે. અને બીજાના નાના ગુણોને મોટા કરી કરીને તે જોવાની વૃત્તિ પેદા થતી જાય છે અને સાથે વિચાર કરે કે કેવો ગુણીયલ જીવ છે. આવો ગુણ મારામાં પણ નથી ક્યારે મારામાં એ ગુણ પેદા થતો જાય એવો પુરૂષાર્થ કરતો જાય છે. (૧) સુખ માત્ર મુદિતા ભાવ:
દેખાવમાં અતિ સુંદર પણ પરિણામે અત્યંત અહિત કરનાર રોગીને અપથ્ય ભોજનની પેઠે જે વિષય સુખની પ્રાપ્તિ બીજાને થઇ હોય તે જોઇને પણ ઇર્ષાને બદલે સંતોષ માનવો તે.
જ્ઞાની ભગવંતો વિષય સુખને કેવી ઉપમા આપે છે એ વિચારો ! દેખાવમાં એ એકદમ સુંદર લાગે એવા હોય છે અને પરિણામે ભયંકર આત્માનું અહિત કરનાર કહી રહેલા છે. જેમાં કોઇ રોગી હોય-રોગની દવા લાગુ પડતી ન હોય અને રોગ વધતો જતો હોય છતાં એવા રોગીને અપથ્ય ભોજન ખાવાની જ ઇચ્છાઓ થયા કરે અને અપથ્ય ભોજન જ ખાધા કરે તો શું થાય ? ખાવામાં આનંદ આવે પણ પછી શું થાય ? એ અપથ્યનું ભોજન કરતાં થોડોક ટાઇમ આનંદ પેદા થતાં રોગ જ્યારે જોરદાર વધતો જ જાય અને એની પછી કોઇ દવા જ ન હોય અને એ રોગને સહન જ કરવો પડે એની જેમ આ પાંચ ઇન્દ્રિયના વિષય જન્ય સુખો છે. એ વિષય સુખો બીજા જીવોને પ્રાપ્ત થયા હોય એટલે મલ્યા હોય એ જાણીને પોતાના આત્મામાં સંતોષ થાય પણ એના કરતાં અધિક સુખી હું થાઉં અને એને બતાવી દઉં આવા વિચારો ન આવે અને એ કઇ રીતે સુખી બન્યો એમ વિચારી ઇર્ષ્યા ભાવ