________________
ચૌદ ગુણસ્થાનક ભા.-૨
૩૯ બાબતમાં કેટલો છે એ વિચારો ! સંસારના સુખના પદાર્થોથી બીજાને સુખી જોવાની ભાવના જાગે-આનંદ આવે પછી જે આત્મિક સુખની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ એ સુખની અનુભૂતિવાળા સો બનો એ વિચારણા આવશેને ? આવા પરિણામમાં જીવવું એને જ જ્ઞાનીઓએ આંશિક મોક્ષની અનુભૂતિ કહેલી છે. આ અનુભૂતિ મિથ્યાત્વની મંદતા થયા વગર પેદા થતી નથી. આ મિથ્યાત્વની મંદતા પેદા થતી જાય છે એટલે અનુકૂળ પદાર્થોનો રાગ ઘટતો જાય છે. પ્રતિકૂળ પદાર્થોનો દ્વેષ ઘટતો જાય છે અને એ અનુકૂળ પદાર્થો પ્રત્યે અંતરથી ગુસ્સો વધતો જાય છે.
આ મૈત્રી ભાવનું ચોથું લક્ષણ કહેલું છે. પહેલા લક્ષણથી ઉત્તરોત્તર એક એક લક્ષણમાં સાચા સુખની અનુભૂતિ વધે છે. ચાલુ સુખનો રાગ ઘટે છે અને હવે પોતાના માટે રહેલા સુખના . પદાર્થો પ્રત્યે નત ભાવ પણ વધતો જાય છે. એટલે અંતરમાં થયા કરે કે મારે આને આજ પ્રવૃત્તિ વારંવાર કર્યા કરવાની. આના સિવાયની બીજી પ્રવૃત્તિ કે આના સિવાયના વિચારો બીજા નથી એવી ભાવનાઓ પેદા થતાં શુધ્ધ સ્વરૂપનું લક્ષ્ય વધતું જાય છે તેની સ્થિરતા વિશેષ રીતે પ્રાપ્ત થતી જાય છે. આવા પરિણામો સુખના પદાર્થોની નિર્ભયતામાંથી પેદા થાય છે કે જે નિર્ભયતા. આત્મામાં અભય ગુણ પેદા કરવામાં સહાયભૂત થશે. એટલે સંસારમાં ભય વગર જીવન જીવતો થશે.
પ્રમોદ ભાવનાનું બીજ
આ રીતે મૈત્રી ભાવના બીજ રૂપે પેદા થતાં થતાં આ જ શુદ્ધ યથાપ્રવૃત્તકરણ અધ્યવસાયની વિશુદ્ધિથી જીવોને અત્યાર સુધી બીજાના દોષોને જોવાની જે ટેવ હતી અર્થાત્ વૃત્તિ હતી અને પોતાના ગુણો બીજા પાસે બોલવાની (ગાવાની) વૃત્તિ હતી તથા પોતાનામાં ગુણો ન હોય છતાં ગુણોનો આરોપ કરી કરીને