________________
૩૮
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ શક્તિ મુજબનો પ્રયત્ન કરવો એ આ ચોથા લક્ષણના ભેદમાં આવે છે. બોલો અંતરમાં સૌ સુખી બનો સુખમાં રહો કોઇ દુખી ન થાઓ એવી વિચારણા ચોવીસ કલાકમાં કેટલો ટાઇમ આવે ? આવી વિચારણાઓ નિઃસ્વાર્થ ભાવ પેદા થયા વગર આવે ખરી ? આની સાથે કેટલી ઉદારતા જોઇએ ? બીજા જીવોને સુખી જોઇને અંતરમાં કેટલો આનંદ પેદા થયા કરે એ વિચારો ! બોલો આપણે સુખી બનવું છે ? લોક આપણે સુખી થઇએ એ જોયા કરે એમાં આનંદ આવે કે જગતના જીવો સુખી બન્યાં કરે અને એ સુખીને જોઇને આપણને આનંદ વધારે આવે ? આપણી શું વિચારણા ચાલે છે? આનો અર્થ શું થાય. બીજાના સુખે આત્મા સુખી બન્યા કરે, બીજાનું સુખ જોઇને ઇર્ષ્યા આવતી હતી તે સદંતર નાશ પામી ગઇ અને એના કારણે જેવા તેવા વિચારો આવતા હતા તે સળગીને ખાખ થઇ ગયા. ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં આપણે બીજાના સુખે સુખી થઇએ છીએ એનો આનંદ અંતરમાં વધે છે કે ધર્મ પ્રવૃત્તિ કરતાં આપણે સુખી તો સૌ સુખી એનો આનંદ અંતરમાં વધે છે ? કયા આનંદનો વધારો થાય છે એ વિચારો તો ખબર પડે કે આપણે કયા પરિણામમાં જીવી રહેલા છીએ ! આ બધા પરિણામો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં અપુનબંધક દશાવાળા જીવોને હોય છે અને આવા પરિણામોની અનુભૂતિનું સુખ પેદા થાય પછી મોક્ષના સુખની રૂચિ તીવ્ર ન બને એવું બને ખરું? આ સુખની અનુભૂતિની સાથે સાથે જેમ જેમ મોક્ષની રૂચિ વધતી જાય-દ્રઢ થાય અને સ્થિર બનતી જાય તેમ તેમ સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યે એટલે સુખના પદાર્થો પ્રત્યે રાગની મંદતા થતી જાય કે રાગ વધે ? એ રાગની મંદતા કરવા માટે એને કહેવું પડે કે એ મંદતા કરવા માટે એ પ્રયત્ન કરતો જ જાય ? સમકતની પ્રાપ્તિ કરવી હશે તો આ કક્ષાના પરિણામોને પેદા કરી તેમાં સ્થિરતા કેળવી આગળ વધવા પ્રયત્ન કરવો પડશે. આપણો પુરૂષાર્થ આ