________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
પદાર્થોનો રાગ કેટલો ઘટી જાય અને આત્મિક સુખની અનુભૂતિ તથા એ સુખની અનુભૂતિની સ્થિરતા કેટલી વધતી જાય એ વિચારો. પછી આવા જીવોને સુખને માટે થતાં ઝઘડા બંધ થઇ જાય છે. નાની નાની વાતોમાં-વિચારોમાં એક બીજાના અંતરમાં મન દુઃખ થતાં હતા તે બધા વિચારોથી જીવ પર થઇ જાય છે. આ
પણ એક મૈત્રી ભાવનો પ્રકાર છે. વિચારો ! ઉત્તરોત્તર આવા વિચારોથી-એક માત્ર નાશવંતા પદાર્થોથી આટલો રાગ ઓછો
કરી ઉદારતા પૂર્વક જીવન જીવતાં જીવોને કેવા સુખનો અનુભવ
થાય છે અને એના કારણે વિચારધારા પણ કેવી ઉંચી કોટિની સદા માટે રહ્યા કરે કે જેના પ્રતાપે દુર્ગતિમાં જવા લાયક કર્મનો બંધ અટકી જાય છે. એટલે કે આવા જીવો નરકગતિમાં જવાલાયક અને તિર્યંચગતિમાં જવાલાયક કર્મનો બંધ કરતાં નથી. જેને જ્ઞાની ભગવંતો તુચ્છ વિચારો કહે છે. હલકાં વિચારો કહે છે એવા હલકા અને તુચ્છ વિચારો અંતરમાં પ્રવેશી શકતા નથી. મોક્ષ પ્રત્યેના અદ્વેષ ભાવના કારણે મિથ્યાત્વના ઉદયકાળમાં જીવોને ધર્મની પ્રધાનતા પેદા થાય છે અને અર્થ કામ પુરૂષાર્થની ગૌણતા પેદા થાય છે. તેમાં આવા સુખની અનુભૂતિ થઇ શકે છે. અને એમાં ય નિઃસ્વાર્થ ભાવ જે રહેલો હોય છે એના કારણે સુખના પદાર્થોમાં નિર્ભયતા કેટલી વધતી જાય છે અને એ નિર્ભયતાની સ્થિરતા કેટલી પેદા થતી જાય છે. આવા જીવોનું ધ્યેય આજ પ્રકારનું સદા માટે હોય છે. હવે આવા જીવો સંસારમાં રહીને પણ જે સુખના પદાર્થોનો ભોગવટો કરતા હોય છે તેમાં એને આનંદ વધારે આવે કે આ નિર્ભયતા ગુણની સ્થિરતાના સુખનો આનંદ વધારે આવે ? કે હાશ મનુષ્ય જન્મમાં કરવા લાયક કર્તવ્ય રૂપે સગા-સ્નેહી-સંબંધીઓને તથા આશ્રિતોને સહાયભૂત હું થઇ શક્યો એ લાભ મને મલ્યો એ સૌ આનંદપૂર્વક પોતાનું જીવન જીવી રહ્યા છે તેમાં હું નિમિત્ત ભૂત થઇ શક્યો
૩૬