________________
૩૪
ચોદ ગુણસ્થાન ભાગ-૨ કરવા એ મૈત્રી ભાવનું પહેલું લક્ષણ છે. એવી જ રીતે બીજે નંબરે જે શિક્ષક વગેરેએ આપણને જ્ઞાન આપ્યું હોય એ જ્ઞાન આપનાર ઉપકારીઓની પણ એ રીતે ભક્તિ કરવી એટલે એ સુખી રહે અને સુખી કેમ બન્યા રહે, પોતાની શક્તિ મુજબ સુખી કરવા પ્રયત્ન કરવો એ પણ મૈત્રી ભાવનું પહેલું લક્ષણ કહેવાય છે. એવી જ રીતે જે જે જીવોએ આર્થિક દ્રષ્ટિએ આપણને આગળ વધારવામાં-દીકરા દીકરીઓને આગળ વધારવામાં એટલે સુખી બનાવવામાં સહાય કરી હોય એવા ઉપકારીઓ પણ દુઃખી ના થાય અને કેમ સુખી રહ્યા કરે- સુખી બન્યા રહે એવી વિચારણા કરી એ માટે શક્તિ મુજબ પ્રયત્ન કરવો એ પણ આંશિક મૈત્રી ભાવનું પહેલું લક્ષણ કહેલું છે. (૨) સ્વજન સુખ ચિંતા :
જે પોતાના સ્નેહી સંબંધી સ્વજન ગણ (સમુદાય-મિત્ર વર્ગનો સમુદાય એ મિત્ર વર્ગના કુટુંબો કે સગપણથી જેટલા જેટલા સંબંધો થયેલા હોય જેમકે ભાઇઓ-ભાઇઓના કુટુંબો-વ્હેનોવ્હેનોના કુટુંબો-જમાઇઓ-વેવાઇઓ-મામા-કાકા-ફોઈ વગેરે જે કુટુંબો સંબંધ રૂપે થયેલા હોય એ દરેક સંબંધીઓ સુખી રહે કોઇ દુઃખી ન થાય અને સુખમાં પોતાનો કાળ પસાર કરે એમાં કોઇ દુઃખી થાય તો સહાય કરીને સુખી બનાવવાની ઇચ્છા રાખી સુખી બનાવે. આમાં એ વિચાર કરો કે અત્યાર સુધી જે સુખ મારે પોતાને જ જોઇતું હતું મને જ મલવું જોઇએ બધા કરતાં હું જ વધારે સુખી રહું મારી ચીજ કોઇને ન આપું મેં મેળવેલી છે જેને જોઇએ તે મહેનત કરીને મેળવે પણ તે મારા કરતાં અધિક સુખી ન થવો જોઇએ. મારાથી હંમેશા નીચો રહેવો જોઇએ એવી જે વિચારણાઓ અંતરમાં ચાલ્યા કરતી હતી વારંવાર એ વિચારણાઓ આવ્યા કરતી હતી એના કારણે એના વચનો પણ ગવપૂર્વકના