________________
૩૨
ચોદ ગુણસ્થાન ભાગ-૨
બને, એ ત્યારે જ સંભવિત છે, કે જ્યારે આત્માની સાથે અનાદિકાલથી પ્રવાહ રૂપે સંલગ્ન બનેલ સઘળાંય કર્મોનો ક્ષય થાય. કર્મોના સમ્બન્ધથી જ આત્માનું સ્વરૂપ તિરોભૂત છે. અનન્તજ્ઞાન આદિ ગુણમયતા, એ જ આત્માનું સ્વરૂપ છે અને એ ગુણો જ્ઞાનાવરણીય આદિ કર્મોથી આવરિત હોઇને, આત્માનું સ્વરૂપ તિરોભૂત થયેલું હોય છે. આત્માના આ તિરોભૂત સ્વરૂપનો સંપૂર્ણ આવિર્ભાવ કરવા દ્વારા, નિજ સ્વરૂપમાં સદાને માટે સુસ્થિર બનવું, એનું જ નામ મુક્તિ છે !
વિચારજો આ કક્ષા પહેલા ગુણસ્થાનકે એટલે મિથ્યાત્વના ઉદયકાળમાં ગુણયુક્ત ગુણ સ્થાનકમાં હોય છે તો આપણે જે ધર્મની આરાધનાઓ કરી રહ્યા છીએ તેમાં આ કક્ષાના પરિણામમાં આપણે છીએ ? એ વિચારવાનું છે જો ન હોઇએ તો આ કક્ષા. પેદા કરવા પ્રયત્ન કરવાનો અને આવી હોય તો તેને ટકાવી સ્થિર કરવા પ્રયત્ન કરી આગળ વધવાનો પુરૂષાર્થ કરવાનો છે એ ખાસ લક્ષ્યમાં રાખવાનું છે કારણકે આ કક્ષાએ આવ્યા સિવાય મોક્ષનો અભિલાષ કે મોક્ષની રૂચી વાસ્તવિક ગણાશે નહિ.
અનાદિ કાળથી જીવનો સ્વભાવ બીજાના સુખોને જોઇને ઇષ્ય ભાવ કરવાનો હતો. પોતાના સુખ કરતાં બીજાની પાસે અધિક સુખ જૂએ એટલે અંતરમાં ઇર્ષ્યા ભાવથી અનેક પ્રકારના વિચારો ચાલતા હતા જેમકે અનેક પ્રકારના પાપો કરીને પૈસા કમાયો છે-અનેકને લૂંટીને પૈસા મેળવ્યા છે-અનેકના બીન હક્કા પૈસા પડાવી લીધા છે. ધંધામાં પણ અનેકના પૈસા દબાવી દીધા છે. ઇત્યાદિ વિચારણાઓ કરીને ઇર્ષ્યા ભાવના વિચારો અંતરમાં ચાલ્યા કરતા હતા એ હવે નિર્ભયતા ગુણના કારણે એ વિચારો નાશ પામે છે. ઇર્ષ્યા ભાવ પણ દૂર થાય છે. આ રીતની મનોદશાના પરિણામથી સખ્યપ્રવર્તન યોગના કારણે જગતના જીવો પ્રત્યે અંતરમાં મૈત્રીભાવના પરિણામો પેદા થતાં જાય છે એ મૈત્રી ભાવના