________________
૩૩
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ પરિણામો કેવા પ્રકારના પેદા થાય એ જણાવે છે.
સૌથી પહેલા જગતમાં રહેલા જે જે જીવોએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ જીવો સુખી રહે-દુખી ન થાય એ રીતે સુખ ઇચ્છયા કરવું અને પોતાની શક્તિ મુજબ એ જીવોને સુખના પદાર્થો આપીને સુખી બનાવવા પ્રયત્ન કરવો તે. સૌથી પહેલા આપણા ઉપર ઉપકાર હોય તો જન્મ આપનાર માતા પિતાનો છે એ ન હોત તો આ મનુષ્ય જન્મમાં આપણે ન હોત માટે ઉપકારી તરીકે મારા માતા પિતા સુખી કેમ રહે-એમને કેમ સુખ મલ્યા કરે એવી વિચારણા કરી સુખી બનાવવા પ્રયત્ન કર્યા કરવો અને સુખી જોવા એવી વિચારણામાં રહેવું તે મૈત્રી ભાવનામાં આવે. આજે તો માતા પિતાને સુખી બનાવવા અને જોવાને બદલે પોતાની પત્ની અને દીકરા દીકરીઓ સુખી કેમ રહે એવી વિચારણા ચાલ્યા કરે છે. ઉપકારી એવા માતા પિતાની નિઃસ્વાર્થ ભાવે ભક્તિ (સેવા) (સુખી કરવા) કેવી રીતે કરવી જોઇએ એ જણાવે છે.
રોજ ત્રિકાલ માતા પિતાને નમસ્કાર કરવા. સવારના ઉઠતાની સાથે માતા પિતાને નમસ્કાર કરવા. બપોરના ટાઇમે
જ્યાં ગયા હોય ત્યાં ટાઇમ થાય ત્યારે માતા પિતાને યાદ કરીને નમસ્કાર કરવા અને સાંજના આવીને નમસ્કાર કરવા એ ત્રિકાલ નમસ્કાર કહેવાય છે. ઘરમાં માતા પિતાને બેસવાનું સ્થાન પોતાના સ્થાનથી કાંઇક એટલે જરા ઉંચુ રાખવું એ આસન ઉપર બીજાથી બેસાય નહિ. સમાન આસન રાખવાથી અથવા નીચું આસન રાખવાથી ભક્તિ થતી નથી એમના સુવાના સ્થાનમાં બેસાય નહિ પગ ન લાગે એની કાળજી રાખવી. એ જે વાસણમાં જમતાં હોય-પાણી પીતા હોય એનો ઉપયોગ એ રાખવાનો કે તે પોતાના જમવામાં કે પાણી પીવામાં ન આવી જાય એની કાળજી રાખવાની અને છેલ્લે એ કાળ કરી જાય પછી ઘરમાં એમનું સ્ટેચ્ય બનાવી મૂકીને રોજ ત્રિકાલ નમસ્કાર કરવા આ રીતે ભક્તિ કરી સુખી