________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
છે અને નિર્ભયતા ગુણ કહેવાય છે.
અત્યાર સુધી સુખમાં લીન થઇને જીવતો હતો તેથી તે પદાર્થો ચાલ્યા જાય-આઘા પાછા થઇ જાય તો બેચેન બનીને તે પદાર્થોની ચિંતા કરી કરીને જીવતો હતો તે વિચારણાઓ નાશ પામી ગઈ. એવી જ રીતે પાપના ઉદયથી જ્યારે દુઃખ આવતું હતું તેમાં દીન બનીને તે દુ:ખોને દૂર કરવા પ્રયત્નો કરતો હતો. તેવી વિચારણાઓ વારંવાર કરતો હતો તે નાશ પામતાં દુઃખના કાળમાં આનંદ પેદા કરીને મેં પાપ કર્યા છે માટે દુખ આવે છે તો સમજણના કાળમાં દુખ આવે છે માટે જેટલું સારી રીતે વેઠીશ એટલા પાપો નાશ થાય છે. આવી વિચારણાઓ કરીને દીન વિચારોનો નાશ કરતો જાય છે તેઓ મુક્તિના અષી હોઇને, “ધર્મ, અર્થ અને કામ' -આ ત્રણ પુરૂષાર્થોમાં ધર્મને પ્રધાન માનનારા હોય છે. આ દશામાં તેઓ સામગ્રીની અનુકૂળતાના વશે, વિવેકાદિને પામીને સાચા સાધ્યને અને એ સાધ્યને સિદ્ધ કરનારાં સાધનોને પણ ઘણી જ સહેલાઇથી પામી જાય છે. મુક્તિ કોને કહેવાય?
શ્રી જૈનશાસને સાધ્ય રૂપે માવેલ મુક્તિના સ્વરૂપનું વર્ણન સાંભળવાનો યોગ જો તેઓને પ્રાપ્ત થઇ જાય છે, તો તેઓને એ ખૂબજ આનન્દ ઉપજાવે છે અને “મુક્તિનું સ્વરૂપ જ વાસ્તવિક છે' –એવી ભાવના પણ પ્રગટવી એ સુસંભવિત બને છે. મુક્તિ, એ ગુણાભાવ રૂપ છે, શૂન્યતા રૂપ છે, વૈકુંઠમાં મહાલવા રૂપ છે અગરતો પરમાત્મામાં લીન બની જવા આદિ રૂપ છે, એવું શ્રી જૈનશાસન માવતું જ નથી. શ્રી જૈનશાસન માવે છે કેઆત્મા પોતાના મૂળભૂત સ્વરૂપને સર્વથા આવરણરહિત બનાવી દે, જડ કર્મના સંયોગથી પોતાને સર્વથા રહિત બનાવી દે, એનું જ નામ મુક્તિ છે. આત્મા પોતાના સ્વરૂપમાં જ સદાને માટે સુસ્થિત