________________
ચૌદ ગુણસ્થાનક ભામ-૨
૨૯
માટે ગમે ત્યારે ગમે તે વખતે ગમે તેવા પાપ કરવાનો વખત આવતો હતો તો તે વખતે કરતો હતો તે પરિણામ હવે મંદ પડી જતાં તીવ્રભાવે પાપ કરવાનો પરિણામ નાશ પામે છે. તે નાશ પામતાની સાથે જ અત્યાર સુધી અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ તથા અનુરાગ જે જોરમાં હતો તે મંદ પડતાં ભવ પ્રત્યેનો અનુરાગ રહેતો નથી. હવે એ રાગ આત્મિક સુખ પ્રત્યે વધતો જાય છે ભવનો અનુરાગ ઘટી જવાથી અત્યાર સુધી પોતાના જીવનમાં જે વ્યવહાર હતો, મારા-તારાના ભેદરૂપે સ્વાર્થી વ્યવહાર હતો તે નાશ પામતાં ઉચિત વ્યવહારનું પાલન શરૂ થાય છે. આવા પરિણામમાં રહેલા જીવોને શુધ્ધયથાપ્રવૃત્તકરણ વાળા જીવો કહેવાય છે.
મોક્ષની રૂચિની શરૂઆત :
મોક્ષનો અભિલાષ અહીંથી શરૂ થાય છે. આ મોક્ષની રૂચિના પરિણામના કારણે સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યેનો જે રૂચિ ભાવ હતો તે નાશ પામતાં અરૂચિ ભાવ પેદા થયેલો હોય છે કારણકે સામાન્ય રીતે નિયમ હોય છે કે જે પદાર્થ પ્રત્યે રૂચિ હોય તેનાથી ચઢીયાતો પદાર્થ જાણવામાં આવે તો તેના પ્રત્યે રૂચિ ભાવ વધતાં તેના પ્રતિપક્ષી પદાર્થ પ્રત્યે અરૂચિ ભાવ પેદા થતો જ જાય છે માટે કહેવાય છે કે શ્રીમંતાઇ જેને ગમે તેને દરિદ્રતા ન જ ગમે. સુખ ગમતું હોય તેને દુઃખ ગમતું જ નથી એમ દુનિયામાં કહેવાય છે તેની જેમ જેને મોક્ષની રૂચિ પેદા થાય તેને સંસારના અનુકૂળ પદાર્થો પ્રત્યે અરૂચિ ભાવ પેદા થાય જ. આ પરિણામથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે તે અત્યાર સુધી અનુકૂળ પદાર્થોને મેળવવાભોગવવા-સાચવવા-ટકાવવા અને તે પદાર્થો ન ચાલ્યા જાય તેની કાળજી રાખવામાં ઉપયોગી થતો હતો તે હવે તે પદાર્થો પ્રત્યે