________________
૨૭
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
– – – – – – – – – – – – – –– આત્યંતર અભ્યદયની ભાવના રહ્યા કરે તેમ તેના બાહા અભ્યદયની ભાવના રહ્યા કરે. કોઇ જો તેની પ્રશંસા કરે તો તે બહુ ગમી જાય. એની થતી નિંદા પ્રત્યે જેવો તિરસ્કાર હોય. તેવોજ એની થતી પ્રશંસા પ્રત્યે સભાવ હોય. પોતે એની પ્રશંસા કરે અને બીજાઓને પણ યથાશક્તિ એની પ્રશંસામાં જોડે.
- ૪ - જેના પ્રત્યે બહુમાન હોય તેની જો કોઇપણ પ્રકારના પાપોદયથી દુર્દશા થાય તો એ દુર્દશા જોઇને તેનું અંતર બળીને ખાખ થઇ જાય. એનું જ ચાલે તેમ હોય તો એ એની દુર્દશાને નિવાર્યા વિના રહે નહિ. જેના પ્રત્યે બહુમાન તેની દુર્દશાને ઠંડે
ક્લે જે જોઇ શકવા જોગી હૈયાની સ્થિતિ સંભવી શકતી જ નથી. ત્યાં વળી એની દુર્દશામાં રાજીપો થાય, એવી દુર્દશામાં અજાણતા પણ નિમિત્ત રૂપ બની જવાય એવું તો બને જ શાનું? જો સંયોગવશા ખ્યાલથી અજાણતા પણ એવી ભૂલ થઇ ગઇ હોય તો એ ભૂલ એને સદાને માટે સાલ્યા વિના રહે નહિ.
પ:- જેના પ્રત્યે બહુમાન હોય તેની દુર્દશામાં જેમ અત્યંત દુઃખિત થઇ જાય તેમ તેના અભ્યદયમાં અત્યંત હર્ષિત થઇ જાય. અભ્યદય પેલાનો થાય અને હૈયું આનું નાચી ઉઠે. અભ્યદય એની મેળે થાય તો પણ જે અત્યંત રાજી થાય તે અભ્યદય થાય એવો શક્ય પ્રયત્ન કર્યા વિના રહે ખરો ?
જ્ઞાનોપકરણોનો વિનય - જ્ઞાનોપકરણોનો વિનય પણ જ્ઞાની અને જ્ઞાનના અર્થી માટે આવશ્યક જ છે. સૂત્રાદિક ગ્રંથોને લખવા-લખાવવા, તે ગ્રંથોને શોધી-શોધાવીને શુદ્ધ બનાવવા, તે ગ્રંથોના રક્ષણની વ્યવસ્થા કરવી, તે ગ્રંથોને સુગંધી દ્રવ્યોથી સારા રાખવા એ વગેરે જેમ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે તેમ પાટી-સાપડો-કાગળ-પેન્શીલ-શાહી-શાહીનું ઉપકરણ એ વગેરેની બરાબર જાળવણી કરવી એ પણ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે. જ્ઞાનના સાધનોનું સંરક્ષણ કરવું-તેની સંવૃદ્ધિ કરવી.