________________
૨૫
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
કર્મોનો નાશ કરવા માટે જ્ઞાનવાળા-દર્શનવાળા તથા ચારિત્રવાળાઓની સેવા કરવી તે ભાવવિનય. જે પુરૂષો વિનય ગુણ કેળવે છે તેઓ જશ મેળવે છે-લક્ષ્મીને રળે છે-વાંછિતની સિધ્ધિ પામે છે-અપૂર્વ ગૌરવ અને પૂજા તથા બહુમાન મેળવે છે તેમાં સંદેહ નથી.
માત્ર એક વિનય ગુણને લીધે માનવ સર્વોત્તમ ગણાય છે.
શાસ્ત્રમાં કહેવું છે કે નક્ષત્રની વાત-સ્વમની વાતધાતુયોગની વાત-નિમિત્ત શાસ્ત્રની વાત-મંત્ર અને ઓસડની વાતએ બધી હકીકતો વિશે સાધુએ ગૃહસ્થને કાંઇ જ ન કહેવું, કહેવાથી હિંસા-દોષ લાગે છે.
છળ કપટ વિનાનો શુધ્ધ વિનય બધી સંપદાઓના નિધાન સમાન છે. અપરાધોના અંધકારને ટાળવા સારૂં સૂર્ય સમાન છે. બધા પ્રકારની કુશળ સિધ્ધિઓ મેળવવા માટે સિધ્ધ વિદ્યાના પ્રયોગ જેવો છે. અને બીજાના હૃદય રૂપ મૃગોને આકર્ષિત કરવા માટે ગૌરીના સંગીત જેવો છે.
વિનયમાં ગુણ ઘણાં છે પણ જો વિનય હોય અને બહુમાન ન હોય તો નિર્જીવ મુડદા સમાન છે. ધન વિનાનું ઘર હોય, નાક વિનાનું મુખ હોય, દાન વિનાનું માન હોય, ગંધ વિનાનું પુષ્પ હોય, રંગ વિનાનું કંકુ હોય, પાણી વિનાનું સરોવર હોય, પ્રતિમા વિનાનું મંદિર હોય અને મધ્યમણિ વિનાનો હાર હોય તો એ ઘરમુખ-માન-પુષ્પ-કંકુ સરોવર-મંદિર અને હાર શોભે ? ન શોભે ! એ જ રીતિએ વિનય પણ બહુમાન વિના શોભે નહિ સજ્જ બને નહિ.
જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનારા, જ્ઞાનના નામે ચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઇના નામે મર્યાદાની અવગણના કરનારા મૂખ છે તેમ બહુમાનના નામે વિનયની અવગણના કરનારા મૂર્ખ જ છે. પરન્તુ