________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૨૩ અર્થાત્ ગંભીર પુરૂષ જ એ સૂત્રોનો યથાર્થ ઉપયોગ કરી શકે છે અને કરાવી પણ શકે છે. જે પુરૂષો ગંભીર હોય છે તેઓ પોતાના અને બીજાના કાર્યો સાધી શકવા સમર્થ હોય છે.
ગંભીરતા ગુણને મેળવવા-કેળવવા-ભવવૈરી ઉપર વિજય ચાહતા એવા મતિમંત સંત પુરૂષોએ બીજાની નિંદાનો તદન ત્યાગ કરીને પોતાના મનને નિત્ય ઉધમવંત કરવું જોઇએ.
ઉપર જણાવેલા બધા ગુણો હોય છતાંય તે ઇન્દ્રિયો ઉપર વિજય ન મેળવી શકે તો તેના બધા ગુણો નિળ નીવડે છે.
૧૦. પૈશુન્ય (પિશુનવૃત્તિ) ત્યાગ.
પોતાના બાપના પણ જે દોષો સત્ હોય-સાચા હોય અને જે દોષો અસત હોય-સાચા ન હોય તે બધાને વધારી વધારીને કહેવાની જે જે ટેવ હોય તે માણસ પિશન કહેવાય. એવા પિશુનનો જે સ્વભાવ તેનું નામ “શુન્ય અર્થાત્ સંકલેશવાળા મન અને વચનની પ્રવૃત્તિ. એ પૈશુન્યની ટેવ નીતિના ચન્દ્રને માટે રાહુ સમાન છે. ઉત્તમતાના હંસને માટે ચોમાસાની મોસમ સમાન છે. કરૂણાના હરણને માટે સિંહ સમાન છે. સધર્મની જમીનને ખોદી નાખવા માટે હળ સમાન છે. દાક્ષિણ્યના મદનને માટે મહાદેવ સમાન છે. પોતાના કુળની મર્યાદાની કમળવેલ માટે હિમપાત સમાન છે. અર્થાત જ્યાં પશુન્ય હોય ત્યાં નીતિ, ઉત્તમતા, કરૂણા, સદ્ધર્મ, દાક્ષિણ્ય અને કુળની મર્યાદા વગેરે ગુણો ટકી શકતા જ નથી.
જે લોકોના મનમાં પૈશુન્ય વૃત્તિ ભરેલી હોય છે તેઓ રાત દિવસ બીજાના દોષોને જ જોયા કરે છે.
પિશુનવૃત્તિવાળો માણસ કૂતરા કરતાં ય નઠારો છે. કૂતરો બીજે ભલે ભસતો હોય પરંતુ ઉજળા વેશવાળા અને પોતાના પાલક ચિરપરિચિત માલિક તરફ તો કદી ભસતો જ નથી. એટલે