________________
૨૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
તેનો ખપી જીવોમાં પ્રચાર કરવો એ વગેરે પણ જ્ઞાનોપકરણોનો વિનય ગણાય છે.
(૧૩) વિનય બહુમાનની ચર્તુભંગી
બહુમાન એટલે અંતરની પ્રીતિ-હૃદયનો ભક્તિભાવ વિશેષઅંતરંગ પ્રેમ-હાર્દિક સ્નેહ.
(૧) એમાં વિનય પણ છે અને બહુમાન પણ છે. (૨) એકમાં બહુમાન છે પણ વિનય નથી. (૩) એકમાં વિનય છે પણ બહુમાન નથી. (૪) એકમાં બહુમાન પણ નથી અને વિનય પણ નથી.
આ ચર્તુભંગીમાં વિનય-બહુમાન ઉભય હોય તે સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. એથી ઉતરતો પ્રકાર બહુમાન છે પણ વિનય નથી. બહુમાન નથી અને વિનય છે એની તો કાંઇ ખાસ કિંમત જ નથી. જ્યારે વિનય ને બહુમાન બેય નથી એ તો સર્વથા નકામો જ છે. વિનય એ છે શારીરિક ક્રિયા વિશેષ જ્યારે બહુમાન એ છે આંતરિક ભાવ વિશેષ.
વિનય સ્વાર્થ માટે પણ હોય જ્યારે બહુમાન પરમાર્થથી થાય છે.
આ પ્રકૃતિની અભિમુખતાની સ્થિરતાથી જીવને જે નિર્જરા થઇ રહેલી છે. પુણ્યાનુબંધિ પુણ્ય બંધાઇ રહેલું છે તે ઉદયમાં આવતા અપુનઃબંધકપણાના પરિણામને પામે છે. આ પરિણામના યોગે જીવના અંતરમાં જે અનુભૂતિ થાય છે તે જણાવે છે કે અનાદિકાળથી આ જીવ જે સુખ જોઇએ છે તે સુખ મેળવવા માટે પર-પદાર્થોમાં ફાંફા મારતો હતો-મહેનત કરતો હતો તે એને ખબર પડી કે દુ:ખના લેશ વિનાનું પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવું સુખ આ પદાર્થોમાં નથી જ તે તો મારી પાસે મારા આત્મામાં જ રહેલું છે અને આ સુખ એજ ખરેખરૂં સુખ છે એમ તેને લાગે છે. આથી અત્યાર સુધી અનુકૂળ પદાર્થોના સુખને