________________
૩૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
અરૂચિ ભાવ પેદા થતાં અને મોક્ષની રૂચિ પેદા થતાં તે જ્ઞાન મોક્ષની રૂચિની વિશેષ સ્થિરતા પેદા કરવામાં અને તે પેદા કરવા માટે જે જે જાણવા યોગ્ય હોય તે જાણીને તે જ્ઞાન આગળ વધવામાં કેવી રીતે ઉપયોગી બને તે રીતે સમજવામાં ઉપયોગી થાય છે એટલે કે જ્ઞાનની દિશા બદલાઇ ગઇ. આથી જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે ઉપયોગી થાય છે. આ રીતે જીવ જ્ઞાનનો ઉપયોગ કરતો થાય તેને પ્રવર્તક જ્ઞાન કહેવાય છે. આ પ્રવર્તક જ્ઞાનથી અંતિમ સાધ્ય જે મોક્ષ તેના લક્ષ્યનું અપેક્ષણ એટલે ઇચ્છા જોરમાં થાય છે એટલે અંતિમ સાધ્યનું લક્ષ્ય મજબુત બને છે. જેમ જેમ આ લક્ષ્ય મજબુત બનતુ જાય છે તેમ તેમ અત્યાર સુધી અનંતો કાળ જેનાથી દુઃખની પ્રાપ્તિ થઇ તે સુખના પદાર્થોના રાગ પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. જેમ જેમ મોક્ષનું સાધ્ય વધતું જાય અને તેની તીવ્ર ઇચ્છા થતી જાય છે તેમ તેમ રાગ-દ્વેષની ગ્રંથી પ્રત્યે ગુસ્સો વધતો જાય છે. આ રીતે મન-વચન અને કાયાના યોગની જે પ્રવૃત્તિ ચાલુ થાય છે તેને સમ્યક્ પ્રવર્તન યોગ કહેવાય છે. આ રીતના યોગના વ્યાપારથી આહારસંજ્ઞા-ભયસંજ્ઞા-મૈથુનસંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાઓ મંદ પડતી જાય છે. એટલે કે હવે આ જીવ સંજ્ઞાઓને આધીન થઇને સંસારની પ્રવૃત્તિ કરતાં નથી પણ સંજ્ઞાઓથી સાવધ થઇને (રહીને) પ્રવૃત્તિ કરે છે કે જેના કારણે મિથ્યાત્વની મંદતા વધતી જાય છે. તેથી સુખના રાગ પ્રત્યે અત્યંત ગુસ્સો વધે છે તેની સાથે સાથે હવે તે સુખના પદાર્થોથી નિર્ભય બનતો જાય છે એટલે કે તે પદાર્થો રહે તોય શું ? અને ચાલી જાય તોય શું ? હવે તેને તે પદાર્થો રહે તો તેમાંય જીવતા આવડે છે અને તે પદાર્થો ચાલી જાય તોય જીવતા આવડે છે. આથી સુખની લીનતા તૂટી જાય છે એટલે સુખમાં લીન બન્યા વગર જીવન જીવતા આવડે છે અને દુઃખના કાળમાં દીન બન્યા વગર કેવી રીતે જીવાય તે જીવન જીવવાની ક્લા પેદા થયેલી હોવાથી દુઃખમાંય જીવતા આવડે