________________
___––––
૨૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સાંભળીને રાજાને પૂર્વભવની બધી હકીકત યાદ આવી ગઇ. રાજા પશ્ચાતાપ સાથે યક્ષને હાથ જોડીને બોલ્યો કે હે યક્ષ ! હું તને પગે પડીને મેં જે પૂર્વે તારી સાથે દુષ્ટ આચરણ કરેલું તેની માર્ફ માંગુ છું. ભાઇ ! એમાં તારો થોડો પણ વાંક ન હતો હું જ દુષ્ટ તારો અપરાધી છું માટે હવે કૃપા કર. યક્ષે પણ ક્ષમા માંગી. લાંબા સમય સુધી હું તારો અપરાધ કરતો આવ્યો છું તે બધાની તું મને સકુટુંબ માફ આપ. હું તને સકુટુંબ ખમાવું છું. આ રીતે એક બીજા પરસ્પર ખમાવીને પૂર્વ ભવના વૈરને ઉપશાંત કરીને તે યક્ષ પોતાના સ્થાને ગયો.
જે પુરૂષ પોતાના ચિત્તને અવિચલિત રાખી આવતી આપદાઓને સંપદા જેવી સમજે છે તે પુરૂષ ધીર કહેવાય છે.
૯. ગાંભીર્ય ગુણ
જે ગુણની હયાતી હોય તો માનવના મનને કોઇ પામી શકતું નથી. અર્થાત મનની અંદરના ભાવોને ભયવૃત્તિ-શોકવૃત્તિહર્ષવૃત્તિ અને કોપવૃત્તિ વગેરે ભાવોને માનવ, અત્યંત નિપુણ થઇને કળાવા દેતો નથી તેનું નામ ગાંભીર્ય. જે પુરૂષો ગંભીર હોય છે તેમનો શત્રુ પણ મિત્ર બને છે. પરજન પણ સ્વજન બને છે. ખળ માણસ પણ ગુણ ગ્રાહી નીવડે છે અને દેવો પણ એવા ગંભીર પુરૂષની સેવા સ્વીકારે છે.
સર્વજ્ઞ ભગવાને જેજે હકીકતો અપવાદ રૂપે-ઉત્સર્ગ રૂપે કહેલી હોય છે અને જે જે હકીકતો અપવાદ રૂપે-વિશેષ રૂપે જણાવેલી હોય છે તે બધી હકીકતોને જે પુરૂષ ગંભીર ન હોય તે બરાબર પચાવી શકતો નથી. યથાર્થ પણ સમજી શકતો નથી. જેમ સમુદ્રમાં એક બીજાને બાધા કર્યા વિના જ અમૃત અને વિષ એ બન્ને રહી શકે છે તેમ ગંભીર પુરૂષમાં જ સામાન્ય સૂત્રો અને વિશેષ સૂત્રો એક બીજાને બાધા કર્યા વિના જ સ્થિર રહી શકે છે